• શુક્રવાર, 03 જુલાઈ, 2026

T-20 ઇન્ટરનેશનલમાં અભિષેકના સૌથી ઝડપે 100 છક્કાનો રેકોર્ડ

નવી દિલ્હી, તા.2: ઈંગ્લેન્ડ સામેની પહેલા ટી-20 મેચની પ9 રનની ઈનિંગ દરમિયાન ભારતીય ઓપનર અભિષેક શર્માએ વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. અભિષેક શર્મા ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપે 100 છક્કા પૂરા કરનારો પહેલો બેટર બની ગયો છે. તેણે 78પ દડાનો સામનો કરીને 100 છક્કા પૂરા કર્યાં છે. અભિષેકે વેસ્ટ ઇન્ડિઝના ઇર્વિન લૂઇસનો 789 દડાનો રેકોર્ડ તોડયો છે. આ સૂચિમાં ઇંગ્લેન્ડનો ફિન એલન ત્રીજા સ્થાને છે. તેણે 871 દડામાં 100 છક્કા પૂરા કર્યાં હતા. આ પછી ટિમ ડેવિડ (931), કોલિન મૂનરો (963) અને સૂર્યકુમાર યાદવ (1007)ના નામ આવે છે. ટી-20 ઈન્ટરનેશનલમાં ભારત તરફથી 100 છક્કા પૂરા કરનારો અભિષેક પાંચમો બેટર બન્યો છે. આ સૂચિમાં રોહિત શર્મા 20પ છક્કા સાથે ટોચ પર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક