• શુક્રવાર, 03 જુલાઈ, 2026

હરહર મહાદેવના નાદ સાથે અમરનાથ યાત્રાનો આરંભ

જમ્મુ, તા.2 હર હર મહાદેવ અને બમબમ ભોલેનાં ઉદ્ઘોષ સાથે 57 દિવસ ચાલનારી આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો શુભારંભ થયો છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આજે જમ્મુથી શ્રીઅમરનાથજી યાત્રા માટે તીર્થયાત્રીઓની પહેલી ટુકડીને લીલીઝંડી બતાવીને રવાના કરી હતી.

જમ્મુ, શ્રીનગર, બાલતાલ અને પહલગામ બેઝ કેમ્પ ખાતે આરાધ્ય દેવ મહાદેવનાં દર્શન માટે દેશભરમાંથી શિવભક્તોનો સૈલાબ ઉમટી પડÎ છે. શિવભક્તો શુક્રવારની સવારથી બર્ફાની બાબાની પાવન ગુફા તરફ પ્રસ્થાન કરશે. હવામાન અનુકૂળ રહેવાના સંજોગોમાં વર્ષે તીર્થયાત્રીઓની સંખ્યા જૂના વિક્રમો તોડે તેવી સંભાવના છે. યાત્રાનાં સમયગાળા દરમિયાન તીર્થયાત્રીઓની ટુકડીની રવાનગી વખતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડાતા અનેક રસ્તાઓને સામાન્ય પરિવહન માટે કામચલાઉ રોકવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓ સલામત રીતે આગળ વધી શકે. શ્રીનગરના પંથાચોક શિબિર ઉપરાંત બાલતાલ અને પહલગામનાં નુનવાન(અનંતનાગ)માં આશરે - હજાર જેટલા આસ્થાળુઓ પહોંચ્યા હોવાનું અનુમાન છે. યાત્રીઓની સુવિધા માટે 131 સુવિધા કાઉન્ટર અને 40 સ્થાને તત્કાલ નોંધણી કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક