• શુક્રવાર, 03 જુલાઈ, 2026

ધ્રાંગધ્રા : હોટેલ મેનેજરે મહિલાના બિભત્સ ફોટા પાડી 2 લાખ પડાવ્યા

આરોપીએ મહિલા સાથે વાત કરવા એક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી

ધ્રાંગધ્રા,તા.2: ધ્રાંગધ્રા હાઇવે પર આવેલી રજવાડી રેસ્ટોરન્ટના મેનેજરે રેસ્ટોરન્ટના વોશરૂમમાં ગયેલી એક પરિણીત મહિલા અને તેની બહેનના બારીમાંથી બિભત્સ ફોટા પાડી લીધા હતા. આ ફોટાના આધારે આરોપીએ મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને બદનામીના ડરથી મહિલા પાસેથી એક વર્ષ દરમિયાન કટકે-કટકે રૂ.2 લાખ પડાવી લીધા હતા. આટલું જ નહીં, આરોપી આબિદ માલપરાએ મહિલાને તેના પતિથી છૂટાછેડા લઈ પોતાની સાથે રહેવા દબાણ પણ કર્યું હતું. અંતે પરિવારે હિંમત દાખવી સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી આબિદ માલપરાની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. મહિલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાની આપવીતી જાહેર કરી છે, જેમાં તેણે આરોપીની બ્લેકમાલિંગ અને ધમકીઓની વિગતો આપી છે. આરોપી ખૂબ જ ચાલાક હતો, તેણે મહિલા સાથે વાતચીત કરવા માટે એવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી જેમાં ક્રીનશોટ કે ક્રીન રેકોર્ડિંગ ન થઈ શકે, જેથી કોઈ પુરાવો ન રહે. મહિલાએ વીડિયોમાં એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે આ રેસ્ટોરન્ટમાં યુવતીઓ કે મહિલાઓની કોઈ સુરક્ષા નથી અને રેસ્ટોરન્ટના માલિક પણ ચારિત્ર્યહીન છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક