બિનજરૂરી
નિર્માણ બંધ ન થાય તો જગ્યાને ઐતિહાસિક યાદીમાંથી બહાર કરી દેવા ચેતવણી
નવી
દિલ્હી, તા. 2 : યૂનાઈટેડ નેશનલ (યુએન)એ પાકિસ્તાનને સખત ચેતવણી આપી છે. યુનોએ પાકિસ્તાનને
કહ્યું છે કે તક્ષશિલાની બે ઐતિહાસિક જગ્યાએ કરવામાં આવેલા રિકંસ્ટ્રક્શનને પરત લેવામાં
આવે, જેણે તક્ષશિલાની અખંડતાને નુકસાન પહોંચાડયું છે. સાથે જ ચેતવણી આપી છે કે જો નિર્દેશ
અનુસાર પગલા લેવામાં નહી આવે તો આ જગ્યાઓને યુનેસ્કોના ડેન્જર લિસ્ટમાં મુકી દેવાશે.
યુનોની
સાંસ્કૃતિક શાખા, યુનેસ્કોએ બેઠકમાં સરકારના અધિકારીઓને કહ્યું હતું કે બિનજરૂરી બદલાવને
કારણે મોહરા મોરાડૂ અને સિરકપની ઐતિહાસિક જગ્યાઓને પોતાની યાદીમાંથી હટાવવામાં અચકાશે
નહી.