• શુક્રવાર, 03 જુલાઈ, 2026

અમરેલી : સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર આરોપી ઝડપાયો

અમરેલી, તા.2: સાયબર ક્રાઈમ અને ઓનલાઇન છેતરપિંડી આચરતા ગુનેગારોને પકડવા માટે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ શરૂ કરવામાં આવેલુ છે. જે અન્વયે સાયબર ક્રાઇમ અને ઓનલાઇન છેતરપિંડી આચરતા સાયબર માફિયાઓના ફાયનાન્સિયલ નેટવર્કને તોડી પાડવા માટે મ્યુલ એકાઉન્ટની તપાસ કરવા, બેન્ક ખાતાઓ સીઝ કરવા, તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને આવા ગુનાના આરોપીઓ પકડવા કામગીરી કરવા ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા જરૂરી સુચના આપેલી હતી. દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોર્ડ ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સોર્સ મારફતે હકીકત મળેલી કે, અમરેલી પોલીસ મથકના સાયબરક્રાઈમાંના ગુનામાં નાસતો ફરતો આરોપી શંકરભાઇ સોમાભાઇ ચૌધરી ધાનેરા ખાતે હોવાની હકીકત મળતા પેરોલ ટીમ રાત્રીના સમયે જ ધાનેરા ખાતે જઇ આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

 

ઇ-પેપરના નવા શુલ્ક