નવી
દિલ્હી, તા. 2 : આવતાં વર્ષે રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પુરાં થવાની વિશેષ ઉજવણી કરનાર
ભારત અને જાપાન વચ્ચે ગુરૂવારે સંરક્ષણથી માંડીને સ્વાસ્થ્ય, ઊર્જાથી માંડીને આર્થિક
સુરક્ષા સહિત મહત્વના ‘સહકાર કરાર’ કરીને આગોતરી ઊજવણી કરાઈ હતી. જાપાનના સહયોગથી દેશમાં
એક હજાર બાયોગેસ અને કુદરતી ખાતરના પ્લાન્ટ ઊભા કરાશે, તો જાપાન આવનારાં 10 વર્ષ દરમ્યાન
ભારતમાં 10 લાખ કરોડ યેન એટલે કે લગભગ છ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
ભારતના
પ્રથમ પ્રવાસે આવેલાં જાપાનનાં પ્રથમ મહિલા વડાપ્રધાન સાનાએ તાકાઈચીને પોતાના ‘નાનાં
બહેન’ કહીને સ્વાગત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તાકાઈચી સાથે વાતચીત કરી
હતી. બન્ને નેતાઓની હાજરીમાં બે દેશના પ્રતિનિધિઓ વચ્ચે સંરક્ષણ, ઊર્જા, એઆઈ સહિત મહત્ત્વનાં
ક્ષેત્રોમાં કરારો થયા હતા.
નવી
દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં મોદી અને તાકાઈચીની હાજરીમાં અનેક મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન
(એમઓસી) એટલે કે, સહકારના કરાર થયા હતા.
આ કરારોનો
હેતુ સંરક્ષણ, ઊર્જા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ટેકનિક, ટેકનોલોજી અને અન્ય રણનીતિક
ક્ષેત્રોમાં સહયોગ વધારે મજબૂત કરવાનો હતો.