• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

લખનઉ સામે રાજસ્થાનના 6 વિકેટે 159 રન

રવીન્દ્ર જાડેજાના સર્વાધિક 43 રન: શમી, પ્રિંસ અને મોહસિનની 2-2 વિકેટ

લખનઉ તા.22: અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ લાંબા સમય પછી ફિનિશરનો રોલ નિભાવીને લખનઉ સુપર જાયન્ટસ સામેના મેચમાં રાજસ્થાનનો સ્કોર 6 વિકેટે 1પ9 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડયો હતો. જાડેજાએ 29 દડામાં 2 ચોક્કા અને 1 છક્કાથી અણનમ 43 રન કર્યાં હતા. જયારે શુભમ દૂબે 11 દડામાં 3 ચોક્કાથી 19 રને નોટઆઉટ રહ્યો હતો. આ બન્ને વચ્ચે સાતમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 2પ દડામાં 49 રનનો ઝડપી ઉમેરો થયો હતો. આથી આખરી 3 ઓવરમાં રાજસ્થાન રોયલ્સના સ્કોરમાં 43 રનનો વધારો થયો હતો. જેથી લખનઉને 160 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું. લખનઉ તરફથી શમી, પ્રિંસ અને મોહિસને 2-2 વિકેટ લીધી હતી.

રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. પાવર પ્લેની અંદર જ જયસ્વાલ (22), વૈભવ (8) અને જુરેલ (0)ની વિકેટ ગુમાવી દીધી હતી. કપ્તાન રિયાન પરાગ (20)ની નિષ્ફળતા યથાવત રહી હતી. જયારે હેટમાયર સેટ થયા પછી 22 રને આઉટ થયો હતો. રાજસ્થાનની ઈનિંગમાં ફકત 3 સિકસ લાગી હતી. જયારે ચોક્કાની સંખ્યા 17 હતી.

ઇ-પેપરના નવા શુલ્ક