• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

સૌરાષ્ટ્ર-કચ્છમાં 3424 બેઠકો માટે 9154 ઉમેદવારો મેદાનમાં

ભાજપના 3254, કોંગ્રેસના 2978 અને આમ આદમી પાર્ટીના 2259 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે : 663 અપક્ષ અને અન્ય ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં 174 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

પ્રકાશ જહા                    

ગાંધીનગર, તા.22:  સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હવે મતદાન નજીક આવી રહ્યું છે અને રાજકીય પક્ષોએ પ્રચારમાં પૂરજોશ લગાવી દીધો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મોટા પાયે ત્રિકોણીય મુકાબલો સર્જાયો છે. કચ્છ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સ્તરે મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં છે. ઘણા વિસ્તારોમાં ભાજપે બિનહરીફ જીત પણ નોંધાવી છે, જે તેની સંગઠનાત્મક મજબૂતી દર્શાવે છે, જ્યારે કોંગ્રેસ અને આપ પણ મજબૂત પડકાર આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાવાર આંકડા મુજબ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સ્તરે હજારો ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. 

સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ મળીને 3424 બેઠકો માટે 9154 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં ભાજપના 3254, કોંગ્રેસના 2978 અને આમ આદમી પાર્ટીના 2259 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, જ્યારે 174 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે ઉપરાંત 663 અપક્ષ અને અન્ય ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી ચૂંટણી વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બની છે.

રાજકોટ

રાજકોટ જિલ્લામાં મ.ન.પા. 72 બેઠકોમાં ભાજપ 72, કોંગ્રેસ 72, આપ 69 અને અપક્ષ 23 છે. નગરપાલિકા 44 બેઠકોમાં ભાજપ 24 (20 બિનહરીફ), કોંગ્રેસ 19, આપ 2 અને અપક્ષ 1 છે. જિલ્લા પંચાયત 36 બેઠકોમાં ભાજપ 36, કોંગ્રેસ 34, આપ 33 અને અપક્ષ 6 છે. તાલુકા પંચાયત 202 બેઠકોમાં ભાજપ 198 (4 બિનહરીફ), કોંગ્રેસ 178, આપ 180 અને અપક્ષ 39 છે.

ભાવનગર

ભાવનગર જિલ્લામાં મ.ન.પા. 52 બેઠકોમાં ભાજપ 52, કોંગ્રેસ 50, આપ 31 અને અપક્ષ 17 છે. નગરપાલિકા 96 બેઠકોમાં ભાજપ 92 (18 બિનહરીફ), કોંગ્રેસ 67, આપ 33 અને અપક્ષ 11 છે. જિલ્લા પંચાયત 40 બેઠકોમાં ભાજપ 40, કોંગ્રેસ 40, આપ 39 અને અપક્ષ 17 છે. તાલુકા પંચાયત 210 બેઠકોમાં ભાજપ 206 (4 બિનહરીફ), કોંગ્રેસ 203, આપ 174 અને અપક્ષ 60 છે.

જામનગર

જામનગર જિલ્લામાં મ.ન.પા. 64 બેઠકોમાં ભાજપ 63 (1 બિનહરીફ), કોંગ્રેસ 62, આપ 48 અને અપક્ષ 33 છે. નગરપાલિકા 28 બેઠકોમાં ભાજપ 28, કોંગ્રેસ 28, આપ 11 અને અપક્ષ 13 છે. જિલ્લા પંચાયત 24 બેઠકોમાં ભાજપ  23 (1 બિનહરીફ), કોંગ્રેસ 23, આપ 22 અને અપક્ષ 4 છે. તાલુકા પંચાયત 112 બેઠકોમાં ભાજપ 106 (5 બિનહરીફ), કોંગ્રેસ 98, આપ 102 અને અપક્ષ 20 છે.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં નગરપાલિકા 36 બેઠકોમાં ભાજપ 35 (1 બિનહરીફ), કોંગ્રેસ 33, આપ 24 અને અપક્ષ 0 છે. જિલ્લા પંચાયત 30 બેઠકોમાં ભાજપ 30, કોંગ્રેસ 30, આપ 29 અને અપક્ષ 9 છે. તાલુકા પંચાયત 158 બેઠકોમાં ભાજપ 158, કોંગ્રેસ 149, આપ 148 અને અપક્ષ 36 ઉમેદવારો છે.

પોરબંદર

પોરબંદર જિલ્લામાં મ.ન.પા. 52 બેઠકોમાં ભાજપ 41 (11 બિનહરીફ), કોંગ્રેસ 31, આપ 30 અને અપક્ષ 4 છે. નગરપાલિકા 2 બેઠકોમાં ભાજપ 2, અપક્ષ 2 છે. જિલ્લા પંચાયત 18 બેઠકોમાં ભાજપ 16 (2 બિનહરીફ), કોંગ્રેસ 14, આપ 8 અને અપક્ષ 1 છે. તાલુકા પંચાયત 54 બેઠકોમાં ભાજપ 47 (7 બિનહરીફ), કોંગ્રેસ 40, આપ 21 અને અપક્ષ 2 છે.

અમરેલી

અમરેલી નગરપાલિકાની 184 બેઠકોમાં ભાજપે 174 ઉમેદવારો ઊભા કર્યા છે (10 બિનહરીફ), કોંગ્રેસ 144, આપ 127 અને અપક્ષ-અન્ય 16 ઉમેદવારો છે. જિલ્લા પંચાયતની 34 બેઠકોમાં ભાજપ 34, કોંગ્રેસ 34, આપ 33 અને અપક્ષ 3 ઉમેદવારો છે. તાલુકા પંચાયતની 190 બેઠકોમાં ભાજપ 189 (4 બિનહરીફ), કોંગ્રેસ 175, આપ 172 અને અપક્ષ 22 ઉમેદવારો છે.

જિલ્લાવાર વિગત મુજબ કચ્છ જિલ્લામાં મ.ન.પા. 52 બેઠકોમાંથી ભાજપ 51 (1 બિનહરીફ), કોંગ્રેસ 48, આપ 35 અને અપક્ષ 24 છે. નગરપાલિકા 172 બેઠકોમાં ભાજપ 157 (15 બિનહરીફ), કોંગ્રેસ 148, આપ 41 અને અપક્ષ 10 છે. જિલ્લા પંચાયત 38 બેઠકોમાં ભાજપ 37, કોંગ્રેસ 37, આપ 13 અને અપક્ષ 12 છે, જ્યારે તાલુકા પંચાયત 186 બેઠકોમાં ભાજપ 177 (9 બિનહરીફ), કોંગ્રેસ 175, આપ 57 અને અપક્ષ 42 ઉમેદવારો છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં મ.ન.પા. 52 બેઠકોમાં ભાજપ 49 (3 બિનહરીફ), કોંગ્રેસ 41, આપ 35 અને અપક્ષ 11 છે. નગરપાલિકા 112 બેઠકોમાં ભાજપ 84 (28 બિનહરીફ), કોંગ્રેસ 70, આપ 25 અને અપક્ષ 10 છે. જિલ્લા પંચાયત 32 બેઠકોમાં ભાજપ 32, કોંગ્રેસ 31, આપ 31 અને અપક્ષ 4 છે. તાલુકા પંચાયત 180 બેઠકોમાં ભાજપ 173 (7 બિનહરીફ), કોંગ્રેસ 146, આપ 131 અને અપક્ષ 44 છે.

આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભાજપે સૌથી વધુ બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે અને અનેક જગ્યાએ બિનહરીફ  જીત મેળવી છે તેમ છતાં, કોંગ્રેસ અને આપ પણ અનેક જિલ્લાઓમાં સશક્ત રીતે ટક્કર આપી રહ્યા છે, જેને કારણે અનેક સ્થળોએ ત્રિકોણીય મુકાબલો સર્જાયો છે. આવનારા પરિણામો રાજકીય દ્રશ્યમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવી શકે છે.

ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં નગરપાલિકા 128 બેઠકોમાં ભાજપ 110 (10 બિનહરીફ), કોંગ્રેસ 85, આપ 57 અને અપક્ષ 21 છે. જિલ્લા પંચાયત 28 બેઠકોમાં ભાજપ 28, કોંગ્રેસ 28, આપ 25 અને અપક્ષ 4 છે. તાલુકા પંચાયત 128 બેઠકોમાં ભાજપ 126 (2 બિનહરીફ), કોંગ્રેસ 123, આપ 86 અને અપક્ષ 19 છે.

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નગરપાલિકા 60 બેઠકોમાં ભાજપ 55 (5 બિનહરીફ), કોંગ્રેસ 41, આપ 30 અને અપક્ષ 6 છે. જિલ્લા પંચાયત 22 બેઠકોમાં ભાજપ 22, કોંગ્રેસ 21, આપ 17 અને અપક્ષ 5 છે. તાલુકા પંચાયત 80 બેઠકોમાં ભાજપ 78 (2 બિનહરીફ), કોંગ્રેસ 66, આપ 56 અને અપક્ષ 20 છે.

મોરબી

મોરબી જિલ્લામાં મ.ન.પા. 52 બેઠકોમાં ભાજપ 52, કોંગ્રેસ 48, આપ 52 અને અપક્ષ 25 છે. નગરપાલિકા 76 બેઠકોમાં ભાજપ 71 (1 બિનહરીફ), કોંગ્રેસ 70, આપ 23 અને અપક્ષ 22 છે. જિલ્લા પંચાયત 24 બેઠકોમાં ભાજપ 24, કોંગ્રેસ 24, આપ 19 અને અપક્ષ 7 છે. તાલુકા પંચાયત 98 બેઠકોમાં ભાજપ 97 (1 બિનહરીફ), કોંગ્રેસ 96, આપ 71 અને અપક્ષ 19 છે.

બોટાદ

બોટાદ જિલ્લામાં નગરપાલિકા 68 બેઠકોમાં ભાજપ 67 (1 બિનહરીફ), કોંગ્રેસ 63, આપ 32 અને અપક્ષ 2 છે. જિલ્લા પંચાયત 20 બેઠકોમાં ભાજપ 20, કોંગ્રેસ 19, આપ 19 અને અપક્ષ 4 છે. તાલુકા પંચાયત 78 બેઠકોમાં ભાજપ 78, કોંગ્રેસ 74, આપ 68 અને અપક્ષ 13 છે.

 

કચ્છ જિલ્લો

ચૂંટણી    બેઠક      ભાજપ બિનહરીફ ભાજપ   કોંગ્રેસ    આપ      અપક્ષ અન્ય        કુલ ઉમેદવાર

મ.ન.પા. 52        1          51        48        35        24        158

ન.પા.     172     15        157     148     41        10        356

જી. પં    38        1          37        37        13        12        99

તા.પં      186     9          177     175     57        42        451

 

 

દેવભૂમિ દ્વારકા જિલ્લો

ચૂંટણી    બેઠક      ભાજપ બિનહરીફ ભાજપ   કોંગ્રેસ    આપ      અપક્ષ અન્ય        કુલ ઉમેદવાર

ન.પા.     60        5          55        41        30        6          132

જી. પં.   22        0          22        21        17        5          65

તા.પં.     80        2          78        66        56        20        220

 

બોટાદ જિલ્લો

ચૂંટણી    બેઠક      ભાજપ બિનહરીફ ભાજપ   કોંગ્રેસ    આપ      અપક્ષ અન્ય        કુલ ઉમેદવાર

ન.પા.     68        1          67        63        32        2          164

જી. પં.   20        0          20        19        19        4          62

તા.પં.     78        0          78        74        68        13        233

 

મોરબી જિલ્લો

ચૂંટણી    બેઠક      ભાજપ બિનહરીફ ભાજપ   કોંગ્રેસ    આપ      અપક્ષ અન્ય        કુલ ઉમેદવાર

મ.ન.પા. 52        0          52        48        52        25        177

ન.પા.     76        1          71        70        23        22        186

જી. પં.   24        0          24        24        19        7          74

તા.પં.     98        1          97        96        71        19        283 

ઇ-પેપરના નવા શુલ્ક