લખનઉ તા.21: ઉપરાઉપરી બે હાર સહન કરનાર રાજસ્થાન રોયલ્સ ટીમ પોતાના શરૂઆતના પ્રદર્શનમાંથી પ્રેરણા લઇને લખનઉ સુપર જાયન્ટસ વિરૂધ્ધ બુધવારે રમાનાર મેચમાં વિજય ક્રમ પર વાપસીની કોશિશ કરશે. આ મેચમાં લખનઉ સારે મોટો પડકાર વૈભવ સૂર્યવંશીની રન રફતાર લગામ આપવાની હશે. જો કે લખનઉ પાસે મોહમ્મદ શમી અને પ્રિંસ યાદવ જેવા બોલર છે. જે છાપ છોડી શકે છે. લખનઉ ટીમની સ્થિતિ પોઇન્ટ ટેબલ પર નાજુક છે. 6 મેચમાંથી 4 મેચ ગુમાવી ચૂકી છે. નેટ રન રેટ પણ માઇનસમાં ચાલી રહ્યો છે. આથી નવમા ક્રમે લટકી રહી છે. જયારે રાજસ્થાન રોયલ્સના ખાતામાં 6 મેચમાં 4 જીત છે અને ત્રણ નંબર પર છે.
રાજસ્થાન
રોયલ્સે સીઝનની શરૂઆત શાનદાર રીતે કરી સળંગ 4 જીત નોંધાવી હતી. આ પછી બે મેચ હારી છે.
સનરાઇઝર્સે પ7 રને કારમી હાર આપી હતી. આ મેચમાં 9 રનમાં પ વિકેટ ગુમાવી હતી. જયારે
કેકેઆર વિરૂધ્ધ સારી સ્થિતિમાં પહોંચ્યા પછી મેચ ગુમાવ્યો હતો. રાજસ્થાનની ફિલ્ડીંગ
ચિંતાનો વિષય બન્યો છે. પાછલા મેચમાં રિંકુ સિંહનો 8 રને કેચ નાંદ્રે બર્ગરે છોડયો
હતો. જે ઘણો મોંઘો પડયો હતો. રાજસ્થાનની બેટિંગમાં સાતત્યનો અભાવ છે. વૈભવ અને યશસ્વીની
ઓપનિંગ જોડી પર ટીમ વધુ નિર્ભર રહે છે. કપ્તાન રિયાન પરાગનું ખરાબ ફોર્મ ટીમનો માઇનસ
પોઇન્ટ છે. આ છતાં લખનઉ સામે રાજસ્થાનનું પલડું ભારે લાગી રહ્યું છે.
લખનઉના
બોલર્સ પાછલા મેચમાં પંજાબ વિરૂધ્ધ ચાલ્યા ન હતા. પંજાબે 2પ0 ઉપરનો સ્કોર બનાવ્યો હતો.
બાદમાં પ4 રને પંજાબે જીત નોંધાવી હતી. આ હારથી લખનઉ ટીમનું મનોબળ વધુ નીચે આવી ગયુ
છે. લખનઉની બેટિંગ ચાલી રહી નથી. ટીમના બે મુખ્ય બેટધર કપ્તાન ઋષભ પંત અને નિકોલસ પૂરનના
બેટમાંથી રન નીકળી રહ્યા નથી. માર્કરમ, માર્શ ટૂકડામાં દેખાવ કરે છે. રાજસ્થાન સામે
જીત માટે પંતની ટીમે તમામ મોરચે ઉમદા દેખાવ કરવો પડશે.