• શુક્રવાર, 27 માર્ચ, 2026

માનસિક મજૂબતી માટે બ્રેકની જરૂર હતી : પૃથ્વીનો તર્ક

નવી દિલ્હી, તા.26: પૃથ્વી શોની કેરિયર પાછલા ઘણા સમયથી ડામાડોળ રહી છે. હવે તે ધીરે ધીરે અને મકકમ ગતિએ પુનરાગમન કરી રહ્યો છે. મુંબઇ છોડીને હવે મહારાષ્ટ્ર ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલ પૃથ્વી શો આ વખતે આઇપીએલ રમશે. દિલ્હી કેપિટલ્સે 7પ લાખના કરાર સાથે પૃથ્વીનો હાથ પકડયો છે.

પોતાની તૈયાર અને માનસિક સ્થિતિ પર વાત કરતા પૃથ્વી શોએ જણાવ્યું કે માનસિક રીતે મજબૂત થવા મારે બ્રેકની જરૂર હતી. એક વર્ષથી હું આઇપીએલ રમ્યો નથી. આ દરમિયાન મારી લાઇફ એન્જોય કરી. ટ્રાવેલ કર્યું. હવે વાપસી કરી છે. પૃથ્વી શોએ તેની જિંદગીમાં આવેલ સકારાત્મક બદલાવનો શ્રેય મંગેતર આકૃતિ અગ્રવાલને આપ્યો છે. જેની સાથે તેણે તાજેતરમાં સગાઇ કરી છે. તે આકૃતિને પોતાની લકી ચાર્મ માને છે. પૃથ્વી કહે છે કે આ બન્નેએ આ સંબંધ માટે ઘણી મહેનત કરી છે. એક ક્રિકેટર અને એક એકટ્રેસ હોવાના નાતે આપને કેટલીક ચીજોનો ત્યાગ કરવો પડે છે. અમે બન્ને આ વાત સારી રીતે સમજીએ છીએ.

ઇ-પેપરના નવા શુલ્ક