• ગુરુવાર, 26 માર્ચ, 2026

ઈચ્છામૃત્યુ બાદ હરીશ રાણાને અશ્રુભીની આંખે અંતિમ વિદાય

ભાઈ આશિષે મુખાગ્નિ આપ્યો : પિતાએ રડતી આંખે પ્રણામ કર્યા : અંગદાનથી છને નવજીવન

નવી દિલ્હી, તા. 25 :ઈચ્છામૃત્યુની મંજૂરી આપ્યા બાદ ગઈકાલે અંતિમશ્વાસ લેનાર હરીશ રાણાને આજે બુધવારે અશ્રુભીની આંખે અંતિમ વાદય અપાઈ હતી. પરિવારે હરીશનાં ફેફસાં, બન્ને કિડની અને કોર્નિયાના અંગદાન કરતાં છ લોકોને નવું જીવન મળશે.

દિલ્હીના ગ્રીન પાર્ક સ્મશાનઘાટમાં સવારે નવ અને 40 મિનિટે નાનાભાઈ આશિષે મુખાગ્નિ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા. પુત્ર હરીશને અંતિમ પ્રણામ કરતાં 62 વર્ષીય પિતા અશોક રાણાએ રડતી આંખે લોકોને કહ્યું હતું કે, કોઈ રડજો નહીં. પુત્રની શાંતિ માટે પ્રાર્થના કરું છું.

31 વર્ષીય હરીશ 13 વર્ષથી કોમાની અવસ્થામાં હતા. ગાઝિયાબાદના યુવાન માટે ઈચ્છામૃત્યુની મંજૂરી મળી હોય તેવી આ સમગ્ર દેશની પ્રથમ ઘટના છે.

ઇ-પેપરના નવા શુલ્ક