• ગુરુવાર, 26 માર્ચ, 2026

મતદાનનો અધિકાર છીનવી લેવાય છે : મમતાના પ્રહાર

કોલકાતા, તા. 25 : પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી અભિયાન છેડતાં ભાજપ પર તીખા પ્રહાર કર્યા હતા. મતદાનનો અધિકાર છીનવાઈ રહ્યો છે, તેવો આરોપ તેમણે મૂક્યો હતો.

મમતાએ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા અને નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, મતદારોનાં નામ યાદીમાંથી હટવાં ચિંતાજનક છે.

કયા આધાર પર અને કોને ભારતીય મતદાતા મનાશે તેવા સવાલનો જવાબ આપવા તૃણમૂલ સુપ્રીમોએ ભાજપને પડકાર ફેંક્યો હતો. મમતાએ ભાજપને બંગાળ વિરોધી પક્ષ લેખાવતાં કહ્યું હતું કે, બીજાં રાજ્યોમાં બંગાળીઓ સાથે મારપીટ કરાય છે. આજે મતાધિકાર છીનવાય છે, તો કાલે એનઆરસીથી નાગરિકતા પણ છીનવી લેવાશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક