• ગુરુવાર, 26 માર્ચ, 2026

ન્યુઝીલેન્ડ સામે આફ્રિકાનો 3-2થી શ્રેણી વિજય

અંતિમ ઝ-20 મેચમાં કિવિઝ ટીમને 33 રને હાર આપતું આફ્રિકા

ક્રાઇસ્ટચર્ચ, તા.2પ: નવોદિત મીડલઓર્ડર બેટર કોનર એસ્ટરહાઉઝનના ઝડપી 7પ રન પછી બોલરોના સહિયારા પુરુર્ષાથથી પાંચમા અને અંતિમ ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાનો 33 રને સરળ વિજય થયો હતો. આથી પ મેચની શ્રેણી પ્રવાસી દ. આફ્રિકા ટીમે 3-2થી કબજે કરી લીધી હતી. અંતિમ મેચમાં આફ્રિકાના 4 વિકેટે 187 રનના જવાબમાં કિવિઝ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 1પ4 રને હાંફી ગઇ હતી. પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝ બનેલ એસ્ટરહાઉઝને 7પ રન કર્યાં હતા. સિરીઝમાં તેના નામે 200 રન રહ્યા હતા. કોનર એસ્ટરહાઉઝને ફકત 33 દડામાં પ ચોક્કા અને 6 છક્કાથી 7પ રનની આતશી ઇનિંગ રમી હતી. આફ્રિકાના 4 વિકેટે 187 રન થયા હતા. 188 રનના વિજય લક્ષ્યાંક સામે ન્યુઝીલેન્ડ ટીમ તરફથી બેવન જેકબ્સે 36, ટિમ રોબિન્સને 2પ, ડેન કલીવરે 22 અને કેપ્ટન જિમી નિશમે 24 રન કર્યાં હતા. આથી કિવિઝ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 1પ4 રન કરી શકી હતી. આફ્રિકા તરફથી કોએત્ઝી, મુલ્ડર અને બાર્ટમેનને 2-2 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક