મેળામાં 650થી વધુ ખેલાડીઓ બીચ ફેસ્ટિવલમાં જોડાશે : 1458 પોલીસ જવાનો તૈનાત, 140 ઈઈઝટથી નજર
(ફૂલછાબ
ન્યુઝ)
માધવપુર,
તા.26: સોરઠની સંસ્કૃતિ, સમૃદ્ધિ અને સાધુતાનું અનોખું પ્રતાબિંબ ગણાતો માધવપુર (ઘેડ)નો
રાષ્ટ્રીય લોકમેળાનો આવતીકાલ તા.27થી પ્રારંભ થવાનો છે. આ પાંચ દિવસીય લોકમેળાનું ઉદ્ઘાટન
તા.27ને સાંજે 6 કલાકે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા સહિતના મહાનુભવોના
હસ્તે કરવામાં આવશે. જેમાં આવતીકાલે મેળાની શરૂઆતના દિવસે મંડપારોપણ અને પોથીયાત્રા
યોજાશે. દસમ અને અગિયારસે ફૂલેંકા, બારસે વિવાહોત્સવ અને તેરસે કરુણ વિદાય સાથે મેળાની
પૂર્ણાહુતિ થાય છે. ખાસ કરીને કડછ ગામ તરફથી આવતું રુક્મિણીનું મામેરું મેળાનું મુખ્ય
આકર્ષણ બની રહે છે, જેમાં શણગારેલા હાથી, ઊંટ અને ઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળે
છે.
આ મેળાના
આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ માધવપુરના નયનરમ્ય બીચ પર વિવિધ રમતોનો આનંદ માણી
શકે તે હેતુસર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી
ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના
સહયોગથી માધવપુરના દરિયા કિનારે તા.27 થી તા.30 દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 650થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લેવા આવી રહ્યા છે.
સુરક્ષા
વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર હાઈવે,
માધવપુર ગામ, મંદિર પરિસર, ચોપાટી અને પાર્કિંગ સહિતના વિસ્તારોમાં 140 જેટલા સીસીટીવી
દ્વારા 24 કલાક બાજ નજર રાખવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે 3 ખાસ શી-ટીમની નિમણૂક
કરાઈ છે. ખિસ્સાકાતરુઓ અને આવારા તત્વો પર નજર રાખવા માટે 3 વિશેષ સર્વેલન્સ ટીમો પણ
સતત કાર્યરત રહેશે.