મે મહિનામાં કરશે શી ઝિનપિંગ સાથે મુલાકાત
નવી
દિલ્હી, તા. 26 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મે મહિનામાં ચીનના પ્રવાસે જવાની
તૈયારીમાં છે. તેઓ બીજિંગમાં 14 અને 15 મેના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથે મુલાકાત કરશે.
છેલ્લા આઠ વર્ષમાં આ અમેરિકી રાષ્ટ્રપતિનો પહેલો ચીન પ્રવાસ બનશે. આ પહેલા ઘણી વખત
અમેરિકી રાષ્ટ્રપતિના ચીન પ્રવાસની યોજના બની હતી પણ થઈ શકી નહોતી. જેના કારણે દુનિયાની
બે શીર્ષ અર્થવ્યવસ્થાઓ વચ્ચેના સંબંધોને લઈને કયાસ લાગી રહ્યા હતા. વ્હાઈટ હાઉસના
પ્રેસ સચિવ કેરોલાઈન લેવિટે ચીન પ્રવાસની જાણકારી આપી હતી અને એમ પણ કહ્યું હતું કે
ચાલુ વર્ષના અંત સુધીમાં કોઈપણ સમયે શી ઝિનપિંગ અમેરિકાના પ્રવાસે આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ
માર્ચ મહિનામાં ચીન જવાના હતા. જો કે ઈરાન સાથે યુદ્ધના કારણે અમેરિકામાં રહેવાને પ્રાથમિકતા
આપવામાં આવી હતી. આ યુદ્ધ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ દેખરેખ રાખી રહ્યા છે. માનવામાં આવે છે
કે ઈઝરાયલ ભલે યુદ્ધનો મુખ્ય હિસ્સો હોય પણ અમેરિકાની લીલીઝંડી બાદ જ હુમલા કરવામાં
આવે છે.