• શુક્રવાર, 27 માર્ચ, 2026

હોટલો ગેસનો ચાર્જ વસૂલી શકશે નહીં

એલપીજી અને ગેસ ચાર્જ વસૂલાતા હોવાની ફરિયાદ બાદ કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ઓથોરિટીએ આપી ચેતવણી

નવી દિલ્હી, તા. 26 : ઈરાન યુદ્ધના કારણે પ્રભાવિત થયેલી ઈંઘણ આપૂર્તિ બાદ દેશની ઘણી હોટલમાં એલપીજી ચાર્જ જેવા શુલ્ક વસૂલવામાં આવી રહ્યા હતા. હવે સરકારે આવા ચાર્જ સામે ચેતવણી જાહેર કરી છે. કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ ઓથોરિટી (સીસીપીએ)એ હોટલો અને રેસ્ટોરાંને ચેતવણી આપી હતી કે જો ખાવાના બિલમાં એલપીજી ચાર્જ, ગેસ સરચાર્જ અને ઈંઘણ પડતર વસૂલી જેવા ચાર્જ લગાડશે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

સીસીપીએએ ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમની જોગવાઈનો હવાલો આપતા એડવાઈઝરી જાહેર કરી હતી. સીસીપીએએ કહ્યું હતું કે રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઈન ઉપર મળેલી ફરિયાદો અને મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે કે અમુક રિપોર્ટ અને રેસ્ટોરાંના મેનુમાં બતાવવામાં આવેલી વસ્તુઓની કિંમતમાં લાગુ ટેકસ ઉપરાંત ગેસ ચાર્જ વગેરે લગાડવામાં આવી રહ્યા હતા.

જો કે સીસીપીએએ કહ્યું હતું કે ઈંઘણ, એલપીજી, વીજળી અને અન્ય ખર્ચ વ્યવસાય ચલાવવાની પડતરનો ભાગ હોય છે અને તેને વસ્તુની કિંમતમાં સામેલ કરવા જોઈએ પરંતુ ઉપભોક્તાને ગેરમાર્ગે દોરવા જોઈએ નહીં અને કોઈ વધારાનો ચાર્જ આપવા મજબૂર કરવા જોઈએ નહીં. સીસીપીઅએ કહ્યું છે કે ગેસ ચાર્જ જેવો શુલ્ક વસૂલતી હોટલોને આવા ચાર્જ હટાવવા અનુરોધ કરી શકાય છે તેમજ ફરિયાદ પણ નોંધી શકશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક