• શુક્રવાર, 27 માર્ચ, 2026

વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી 14 લોકો સાથે છેતરપીંડી

-રાણાવાવ ખાતે ઓફિસ શરૂ કરનારા અને રાજકોટ રહેતા ચાર સામે નોંધાયો ગુનો

પોરબંદર, તા.26 : પોરબંદર પંથકના 14 જેટલા લોકોને વિદેશમાં સારા પગારે નોકરી અપાવવાની લાલચ આપીને રાજકોટના ચાર ઇસમે 8 લાખની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. તે ઉપરાંત અનેક લોકોનાં નાણાં ફસાયા હોવાનું જણાવાયું છે.

પોરબંદર નજીક કલ્યાણપુર તાલુકાનાં ચંદ્રાવાડા ગામની પારૂવાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ સાથે ઇલેક્ટ્રિક અને પ્લમ્બિંગનું કામ કરતા જયેશ ઉકાભાઇ મોઢવાડિયા નામના 33 વર્ષના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બે વર્ષ પહેલા રાજકોટ મુકામે રહેતા ભરત રામજી વાઢેરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. જેમાં કેનેડા જવા માટે 12 લાખ ભરવાના અને ત્યારબાદ ત્યાં દોઢ લાખ રૂપિયા પગાર આપવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. તેથી ફરિયાદીએ તેનો સંપર્ક સાધતા રાણાવાવમાં તેની બીજી ઓફિસે મળવા જણાવાયું હતું. ફરિયાદીએ કૌશિક સાથે પૈસા બાબતે લખાણની વાત કરતા તા. 28-7-2025ના આરોપી કૌશિક પટેલ અને તેનો પુત્ર દેવરસ પોરબંદર આવ્યા હતા અને જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં નોટરી પાસે પૈસા બાબતનું લખાણ કરાવ્યું હતું. ત્યારબાદ થયેલી વાત મુજબ અત્યાર સુધીના મળી કુલ રૂ. 8 લાખ આપી દીધા હતા. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક