• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

સૈયદ મોદી બેડમિન્ટન : ત્રીસા-ગાયત્રી ચેમ્પિયન : શ્રીકાંત ફાઇનલમાં હાર્યો

લખનઉ, તા.1: સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર-300 સુપર બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતને મિશ્ર સફળતા સાંપડી છે. ત્રીસા જોલી-ગાયત્રી ગોપિચંદની જોડી મહિલા ડબલ્સમાં સતત બીજીવાર ચેમ્પિયન બની છે જ્યારે અનુભવી શટલર કિદાંબી શ્રીકાંત 8 વર્ષથી ચાલી રહેલ ખિતાબનો દુકાળ સમાપ્ત કરી શકયો ન હતો. તે મેન્સ સિંગલ્સના ફાઇનલમાં હાર્યો હતો.

2017 ફ્રેંચ ઓપન બાદથી શ્રીકાંત ખિતાબ વંચિત છે. ફાઇનલમાં તે જીતની નજીક હતો, પણ હોંગકોંગના વિશ્વ નંબર પ9 જેસન ગુનાવન વિરુદ્ધ 67 મિનિટની રોમાંચક ટક્કર બાદ 16-21, 21-18 અને 20-22થી હારી ગયો હતો.

બીજી તરફ મહિલા ડબલ્સના ફાઇનલમાં ભારતીય જોડી ત્રીસા-ગાયત્રીનો જાપાની જોડી કાહો ઓસાવા-માઇ તનાબે સામે 17-21, 21-13 અને 21-1પથી જીત મેળવી સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટનો મહિલા ડબલ્સનો ખિતાબ જાળવી રાખ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક