ભાવનગરની મહિલા કોન્સ્ટેબલની જામીન અરજી કોર્ટે ફગાવી
ભાવનગર,
તા.24: ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે
ફગાવી છે. ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નયના બારૈયાના
મકાનમાંથી એટ્રોસીટીના ગુનાનો આરોપી ઝડપાયો હતો અને દારૂની બોટલ મળી હતી. પોલીસે આરોપીને
મદદ કરવા અંગે કોન્સ્ટેબલ નયના બારૈયાને બે નોટિસ ફટકારી હતી પરંતુ નયના બારૈયા ફરાર
થઈ ગઈ હતી. દરમિયાન ભાવનગર પોલીસને મહિલા કોન્સ્ટેબલ મુંબઈમાં હોવાની માહિતી મળતા પોલીસે
તેની મુંબઈથી ધરપકડ કરી હતી. બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને જેલ હવાલે કરવામાં
આવી હતી. દરમિયન તેણે આગોતરા જામીન અરજી કરતા સેશન્સ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.