• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

રાજ્યમાં 6થી 12 માસમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે!

ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા અલગ-અલગ 9 ભલામણો સાથેનો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો

અમદાવાદ, તા.3 : ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા તેનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કરવામાં આવ્યો છે. અહેવાલમાં ગુજરાતના યુવાનોને યોગ્ય તકો તથા રોજગાર અવસરો પૂરા પાડવા માટે મહત્ત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી છે. GARC ભરતી પ્રક્રિયા 6થી 12 મહિનામાં પૂર્ણ કરવા માટે નિશ્ચિત સમય મર્યાદા, સંયુક્ત ભરતી અને કોમન સેન્ટ્રલ ટેસ્ટ (CET)નો અમલ, તેમજ સંપૂર્ણ ડિજિટલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન સહિતની 9 જેટલી મુખ્ય ભલામણો કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાઓને યોગ્ય તકો અને રોજગાર અવસરો આપીને તેમની અસીમ શક્તિને વિકસિત રાષ્ટ્ર અને વિકસિત રાજ્યના નિર્માણમાં જોડવાના વિચારને સાકાર કરવાના અભિગમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડો. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના કરી છે.પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને છઠ્ઠો અહેવાલ સુપરત કર્યો. GARC અત્યાર સુધીમાં રાજ્ય સરકારને પાંચ ભલામણ અહેવાલો સોંપ્યા છે, અને છઠ્ઠો અહેવાલ ખાસ કરીને ભરતી પ્રક્રિયાના સુધારા પર કેન્દ્રિત છે.

છઠ્ઠા અહેવાલની મુખ્ય ભલામણો

1. ભરતી પ્રક્રિયા પૂરી કરવા માટેની નિશ્ચિત ટાઇમલાઇન

જે ભરતી પ્રક્રિયામાં ત્રણ સ્ટેજ હોય તે 9થી 12 મહિનામાં અને જેમાં બે સ્ટેજ હોય તે પ્રક્રિયા 6થી 9 મહિનામાં પૂરી કરવાની તથા ભવિષ્યમાં સમયગાળાથી પણ ઓછા સમયમાં ભરતી પ્રક્રિયા પૂરી થાય તે મુજબની ભલામણ કરવામાં આવી છે.

2. સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)

સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતી વિવિધ કેડરો માટે સંયુક્ત પ્રિલિમ્સ તથા વિષયવાર મેઈન્સ પરીક્ષા યોજીને ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવા અને તેનાથી સમાન પ્રકારની કેડર માટે અલગ-અલગ પરીક્ષા પાછળ થતા વહીવટી અને નાણાકીય ખર્ચમાં ઘણો ઘટાડો કરીને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઇ શકે તેમ અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે.

3. દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો

દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો નક્કી કરીને તમામ વિભાગો દ્વારા ઓનલાઇન માગણાપત્રક સબમિટ કરવાની વ્યવસ્થા સાથે ભરતી નિયમો, પરીક્ષા નિયમો તેમજ ટ્રાનિંગ નિયમો માટે એક કેન્દ્રીય સેલની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે.

સંપૂર્ણ ડિજીટલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન (IASS)

હાલ થતી મેન્યુઅલ ચકાસણીને બદલે સંપૂર્ણપણે ડિજિટલ દસ્તાવેજ ચકાસણી તથા ડિજી-લોકરની જેમ અઙઈં-લિંક્ડ ડેટાબેઝ અને યુનિક ઉમેદવાર ડોક્યુમેન્ટ રજિસ્ટ્રીની રચનાથી ભરતી કરતી સંસ્થા અને સરકારી વિભાગો વચ્ચે ઉમેદવારોના દસ્તાવેજો સરળતાથી મોકલી શકાશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ખૂબ અસરકારક બનશે તેમ અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે.

5. કેન્ડિડેટ ફ્રેન્ડલી - એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ

ઉમેદવાર આધારિત યુનિક ID પર એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ, જેમાં અરજીથી લઈને નિમણૂક સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ટ્રેક કરી શકાય તેવી વ્યવસ્થા સાથે જિલ્લાવાર પોસ્ટિંગ માટે ડિજીટલ માધ્યમથી જિલ્લા પસંદગીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ભલામણ પણ ઋઅછઈના અહેવાલમાં થઈ છે.

6. રિક્વિઝિશનથી નિમણૂક સુધી સંપૂર્ણ ડિજીટલ વર્કફ્લો

એકીકૃત ડિજિટલ પોર્ટલ દ્વારા તમામ સ્ટેકહોલ્ડર્સ (વિભાગો-એજન્સીઓ-ઉમેદવારો) વચ્ચે માહિતીની આપ-લે શક્ય બનશે અને ઉમેદવારોએ એક પ્રકારના દસ્તાવેજો વારે ઘડીએ અલગ અલગ ભરતી સંસ્થાઓ સમક્ષ રજૂ કરવાની જરૂરિયાત રહે તેવી વ્યવસ્થાથી ઇઝ ઓફ ડૂંઇગ બિઝનેસના અભિગમ સાથે એકરૂપતાની ભલામણ કરવામાં આવેલી છે.

7. ભરતી એજન્સીઓની ક્ષમતામાં વધારો અને પુનર્ગઠન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની વિવિધ તબીબી તજજ્ઞોની ભરતી માટે નવા મેડિકલ સર્વિસીસ રિક્રૂટમેન્ટ બોર્ડ (MSRB)ની રચના કરવાની તેમજ GSSSB, GPSSB અને GPRBને ગુજરાત જાહેર સેવા આયોગની સમકક્ષ જરૂરી વહીવટી અને આર્થિક સ્વાયત્તતા આપવાની ભલામણ અહેવાલમાં થઈ છે.

8. Computer-Based પરીક્ષાઓનો વ્યાપક ઉપયોગ

રાજ્યમાં શક્ય તેટલી પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત (Computer Based) લેવામાં આવે અને આવી પરીક્ષાની અસરકારક દેખરેખ માટે દરેક ભરતી એજન્સીમાં એક અલગ એક્ઝામ મોનિટરીંગ યુનિટ (EMU)ની સ્થાપના કરવામાં આવે તેવું પણ સૂચવવામાં આવેલું છે.

9. દસ વર્ષનું ભરતી કેલેન્ડર

દરેક વિભાગ માટે ભવિષ્યની જરૂરિયાતો આધારિત 10 વર્ષના ભરતી કેલેન્ડરની સમીક્ષા હાથ ધરીને ખૂબ અગત્યતી ઇમરજન્સી સર્વિસ તેમજ ક્રિટિકલ કેડરની ઓળખ કરીને શક્ય તેટલી ઝડપથી ભરતી કરવાની ભલામણ ઋઅછઈએ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક