-ચેક
ઈન
સહિતની
અમુક
પ્રક્રિયાઓ
મેન્યુઅલ
કરવી
પડી
:
ભારતમાં
પણ
ઘણી
ફલાઈટમાં
વિલંબ
નવી
દિલ્હી,
તા.
3 :
બુધવારે
સવારે
એક
મોટી
ટેકનિકલ
ખરાબીએ
દુનિયાભરમાં
એરપોર્ટને
પ્રભાવિત
કર્યા
હતા.
ટેકનિકલ
સમસ્યાના
કારણે
એરપોર્ટ
ઉપર
ચેક-ઈન
પ્રક્રિયાઓ
અમુક
સમય
માટે
બાધિત
થઈ
હતી.
આ
સમસ્યાના
કારણે
ઘણી
ફલાઈટમાં
વિલંબ
થયો
હતો.
આઈટી
સેવા
ઠપ
થઈ
હતી.
જેના
કારણે
મુસાફરોએ
પોતાની
યાત્રામાં
બદલાવ
પણ
કરવો
પડયો
હતો.
ભારતના
સાત
એરપોર્ટે
આ
તકલીફ
જોવા
મળી
હતી.
જેમાં
અમદાવાદના
સરદાર
વલ્લભભાઈ
પટેલ
એરપોર્ટે
ઈન્ડિગો
ફલાઈટસમાં
વિલંબ
થવાથી
યાત્રીઓ
પરેશાન
થયા
હતા
અને
હંગામો
મચ્યો
હતો.
એક
અહેવાલ
પ્રમાણે
અંદાજીત
500 મુસાફર
હેરાન
થયા
હતા
ભારત
સહિત
ઘણા
દેશની
એરલાઈન્સને
મેન્યુઅલ
ચેક-ઈન
અને
બોર્ડિંગ
કરવું
પડયું
હતું.
આ
મુશ્કેલીના
કારણે
એરલાઈન્સ
સેવાને
મોટો
ઝટકો
લાગ્યો
હતો.
વારાણસી
એરપોર્ટ
સમસ્યાથી
સૌથી
વધારે
પ્રભાવિત
રહ્યું
હતું.
એક
સૂચનામાં
યાત્રીઓને
કહેવામાં
આવ્યું
હતું
કે
માઈક્રોસ્ફોટ
વિંડોઝે
વૈશ્વિક
સ્તરે
ટેકનિકલ
ખામીનો
રિપોર્ટ
કર્યો
છે.
એરપોર્ટસ
ઉપર
આઈટી
સેવાઓ,
ચેક
ઈન
સિસ્ટમ
પ્રભાવિત
થઈ
છે.
આ
ખામીના
કારણે
ઈન્ડિગો,
સ્પાઈસજેટ,
અકાસા
એર
અને
એર
ઈન્ડિયા
એક્સપ્રેસની
ઉડાનોને
અસર
થઈ
હતી.
વધુમાં
મેન્યુઅલ
પ્રક્રિયાના
કારણે
ઉડાનોમાં
વિલંબ
પણ
થયો
હતો.
ઈન્ડિગોની
માત્ર
35 ટકા
ઉડાન
મંગળવારે
સમય
ઉપર
સંચાલિત
થઈ
હતી.
બુધવારે
દિલ્હી,
મુંબઈ,
હૈદરાબાદ,
બેંગલોર
સહિત
ઘણા
એરપોર્ટ
ઉપર
બપોર
સુધીમાં
200ફલાઈટ
રદ
થવાની
સૂચના
આપવામાં
આવી
હતી.
દેશભરના
અલગ
અલગ
એરપોર્ટસ
ઉપર
સુવિધા
ઠપ
થવાના
કારણે
મુસાફરોને
મુશ્કેલીનો
સામનો
કરવો
પડયો
હતો.