• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

યુરોપ યુદ્ધ ઇચ્છે તો રશિયા તૈયાર : પુતિન

યુક્રેન મુદ્દે ટ્રમ્પની શાંતિ બેઠક પડી ભાંગી

મોસ્કો, તા.3 : રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુરોપને યુદ્ધની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે યુક્રેનની શાંતિ યોજના ગેરમાર્ગે દોરનારી છે અને શાંતિનો હેતુ નથી. તેમણે કહ્યું કે જો યુરોપ યુદ્ધ ઇચ્છે છે, તો રશિયા તૈયાર છે.

વાશિંગ્ટને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે 28-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ શેર કર્યો છે, જે કિવ અને યુરોપિયન રાજધાનીઓના વાંધાઓ પછી સુધારવામાં આવ્યો હતો. શરૂઆતમાં ટીકા કરવામાં આવી હતી, એવું માનવામાં આવતું હતું કે પ્રારંભિક ડ્રાફ્ટ મોસ્કોની શરતો પર ખૂબ હળવો દેખાયો હતો. યુરોપિયન સરકારોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું હતું કે કોઈપણ શાંતિ માળખું યુક્રેન પર રશિયન નિયંત્રણ હેઠળના તેના કેટલાક પ્રદેશો છોડી દેવા માટે દબાણ કરી શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના રાજદૂત સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશનર ચાર વર્ષીય સંઘર્ષને સમાપ્ત કરવા માટે સંભવિત પગલાંઓની ચર્ચા કરવા મંગળવારે મળ્યા હતા પરંતુ પ કલાક ચાલેલી બેઠક બાદ પણ યુક્રેનના વિસ્તારો મુદ્દે કોઈ પરિણામ મળ્યું ન હતું.

અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે ટ્રમ્પ દ્વારા એક શાંતિ સમજૂતિ તૈયાર કરવામાં આવી છે. જેમાં યુક્રેનને તેનો અમુક હિસ્સો છોડી દેવો પડશે તેવું કહેવામાં આવ્યું હતું. આ બાબતે ઝેલેંસ્કી દ્વારા પણ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં ન આવી હોવાથી સકારાત્મક સંદેશ મળી રહ્યો હતો. જ્યારે પુતિને પણ કહી દીધું હતું કે યુક્રેની સૈનિકો પોતાની સૈન્ય ચોકી છોડશે તો જ યુદ્ધ વિરામ થઈ શકશે. બાકી રશિયાને યુદ્ધ લડવામાં કોઈપણ પ્રકારની તકલીફ નથી. જો કે ફરી એક વખત ટ્રમ્પના પ્રયાસો ઉપર પાણી ફરી વળ્યું છે અને વધુ એક બેઠક કોઈપણ પરિણામ વિના પુરી થઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક