• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ભારત વિરોધી X એકાઉન્ટો પર ગાજ, 2.13 લાખ બાન ઈલોન મસ્કની ભારત યાત્રા પહેલા કાર્યવાહી

નવી દિલ્હી, તા.16 : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસના માલિક અમેરિકી ઉદ્યોગપતિ ઈલોન મસ્કે મોટી કાર્યવાહી કરતાં ભારત વિરુદ્ધ કાવતરા રચવા ઉપયોગ થઈ રહેલા ર.13 લાખ જેટલા એકાઉન્ટ પ્રતિબંધિત કરી નાખ્યા છે.

દુનિયાના સૌથી ધનિક શખસની યાદીમાં રહેલા ઈલોન મસ્ક ભારતની મુલાકાતે આવવાના હોવાના સમાચાર આવી ચૂકયા છે. તેઓ આકરાં પગલાં લેવા માટે જાણિતા છે અને ભારતની મુલાકાત પહેલા ભારત વિરોધી ઓના એકસ એકાઉન્ટ પર ત્રાટકયા છે. તેમની કંપની એક્સે ભારતમાં ર.13 લાખ જેટલા એકાઉન્ટ બાન કર્યા છે. કંપનીની પોલીસી અંતર્ગત આ પગલું લેવાયાનું કહેવાય છે. એકસ એ પોતાના એક રિપોર્ટમાં જણાવયું કે ભારતમાં ર1ર6ર7 એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં એવા કંટેન્ટનો ઉપયોગ કરાયો હતો જે કંપનીની પોલીસીની વિરુદ્ધ છે. 1ર3પ એકાઉન્ટ એવા હતા જે ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કામ કરતાં હતા.

ઇ-પેપરના નવા શુલ્ક