• મંગળવાર, 30 એપ્રિલ, 2024

વિપક્ષી નેતાઓ સામે કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીમાં હસ્તક્ષેપ નકારતું ચૂંટણી પંચ પંચે કહ્યું, અદાલતનાં આદેશ ઉપર થઈ રહી છે તપાસ, કાનૂની પ્રક્રિયામાં ચંચૂપાત અયોગ્ય

નવી દિલ્હી, તા.16 : સરકાર ઉપર કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને નેતાઓને નિશાન બનાવાતા હોવાનાં વિપક્ષનાં આરોપ વચ્ચે ચૂંટણી પંચે આજે ભારપૂર્વક કહ્યું છે કે, તે બધી જ પક્ષો અને ઉમદવારોને સમાન અવસર અને પ્રચારનાં અધિકારની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. પંચે કહ્યું છે કે, તેને લાગે છે કે, એવું કોઈપ પગલું ભરવું યોગ્ય નહીં રહે જે વૈધ કાનૂની પ્રક્રિયામાં બાધા પહોંચાડતું હોય.

બંધારણનો હવાલો આપીને ચૂંટણી પંચે કહ્યું છે કે, જ્યારે રાજકીય વ્યક્તિઓ સાથે જોડાયેલા આવા કોઈ કેસની તપાસ કરવામાં આવી રહી છે અને અદાલતનો ફેંસલો પણ આવવાનો બાકી હોય તે સંજોગોમાં પંચ કોઈ પગલા ભરી શકે નહીં.

ચૂંટણી પંચે કેન્દ્રીય એજન્સીઓનાં દુરુપયોગનાં આક્ષેપો વિશે આગળ કહ્યું હતું કે, અમે આનાં સંબંધિત બધી અરજીઓ ઉપર ગંભીરતાથી વિચાર કર્યો છે અને તમામ કિસ્સામાં આયોગે ચાલી રહેલી તપાસમાં સંબંધિત નેતાઓની ભૂમિકા અને અદાલતનાં આદેશ ઉપર થતી તપાસ ધ્યાને રાખીને ફેંસલો કર્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક