• મંગળવાર, 30 એપ્રિલ, 2024

4 જૂન 400 પાર... બિહારમાં મોદીનો હુંકાર

આગામી પાંચ વર્ષ ભ્રષ્ટાચારીઓ પર ભારી, બિહાર અને બંગાળમાં વડાપ્રધાનના વિપક્ષ પર પ્રહાર

નવી દિલ્હી, તા.16 : લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી બિહારના પુર્ણિયા પહોંચ્યા હતા અને 4 જૂન 400 પારનો હુંકાર ભર્યો હતો. તેમણે કહ્યંy કે કેન્દ્ર સરકારની ત્રીજી ઈનિંગ માટે ઉત્સાહ અગાઉ કરતાં પણ વધુ દેખાઈ રહયો છે. તેમણે પુર્ણિયાવાસીઓને કહયુ કે તમારો ઉત્સાહ દર્શાવે છે કે ‘ફરી એકવાર મોદી સરકાર, વિકસિત ભારત માટે-4 જૂન 400 પાર...’

વિપક્ષ કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યંy કે એક સમય હતો જયારે કેન્દ્રની સરકારો બિહારને પછાત કહીને પીછો છોડાવી લેતી હતી. બિહારની સરકારો પણ સીમાંચલને પછાત કહીને હાથ ખંખેરી લેતી હતી. પરંતુ અમે સીમાંચલ અને પુર્ણિયાના વિકાસને પોતાનું મિશન બનાવ્યુ છે. બિહાર અને પુર્ણિયા પાસે સાર્મથ્યની કયારેય ઉણપ ન હતી. આપણાં બિહારનો ખેડૂત ભરપૂર મકાઈનું ઉત્પાદન કરે છે. અહીં શણ અને મખાણાની પણ ખેતી ખૂબ થાય છે. કેન્દ્રએ ખેડૂતોના સાર્મથ્યને પ્રોત્સાહન આપ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહાર અને પશ્ચિમ બંગાળમાં જનસભાઓ કરી ભ્રષ્ટાચાર મામલે વિપક્ષી જોડાણ પર પ્રહારો કરી ભ્રષ્ટાચારીઓને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારીઓ પર આગામી પાંચ વર્ષ?દરમ્યાન વધુ કડકાઈથી કામ થશે. બંગાળમાં તેમણે તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધી સંદેશખાલીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે સંદેશખાલીમાં મહિલાઓ વિરુદ્ધના અપરાધથી આખો દેશ ડરેલો છે કેમકે તૃણમૂલે પશ્ચિમ બંગાળને ઘૂસણખોરો અને ગુંડાઓને પટ્ટા પર આપી દીધું છે.  આ દરમ્યાન તેમણે ગયા અને પૂર્ણિયામાં ચૂંટણી જનસભાઓને સંબોધી હતી. તેમણે બંધારણ, ભ્રષ્ટાચાર, રામ મંદિર અને આતંકવાદ પર ઈન્ડી જોડાણને ઘેર્યું હતું.  તેમણે કહ્યું કે ઘમંડિયા જોડાણના લોકો સનાતનને મિટાવવામાં લાગેલા છે. તેમણે કહ્યું કે અમે ભ્રષ્ટાચારને હટાવવામાં લાગ્યા છીએ, તેઓ બચાવવામાં લાગેલા છે.  ભ્રષ્ટાચારીઓને બચાવવા તેઓ એક થઈ રહ્યા છે.  જે લોકો બંધારણને બચાવવાની વાતો કરી રહ્યા છે તેઓ કાશ્મીરમાં ક્યારેય પણ બાબા સાહેબનું બંધારણ લાગુ કરાવી શક્યા ન હતા. પશ્ચિમ બંગાળના બાલુરઘાટ અને બાદમાં રાયગંજમાં સભાને સંબોધતાં પીએમે ટીએમસી પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે તેઓ રાજ્યને પાછળ લઈ ગયા છે. મોદીની ગેરંટીથી રાજ્યને ફાયદો થશે એવું તેમને લાગતું હોવાથી તેઓ ઝૂઠું બોલી રહ્યા છે. પણ બંગાળની જનતા તેઓને ઓળખી ગઈ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક