• શનિવાર, 27 જુલાઈ, 2024

સાત દિવસે યુદ્ધ શરૂ; ત્રણ કલાકમાં 32 મોત

હમાસના હુમલાનાં કારણે ઇઝરાયલના બે ધોરીમાર્ગ બંધ : IDF તરફથી ગાઝામાં બોમ્બ હુમલા કરાયા

તેલ અવીવ, તા. 1 : સાત દિવસના યુદ્ધવિરામ બાદ ફરીવાર ઇઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઇ ગયું છે અને માત્ર ત્રણ કલાકમાં 32 પેલેસ્ટાઇની લોકોનાં મોત થઇ ગયાં છે.

હમાસના હુમલાનાં કારણે ઇઝરાયલમાં બે ધોરીમાર્ગ બંધ કરી દેવાયા હતા. ઇઝરાયલના અનેક શહેરો પર સવારમાં ઇસ્લામિક જેહાદની સૈન્ય શાખા અલ-કુદ્સે હુમલા કર્યા હતા.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઇડીએફ) દ્વારા ગાઝા પર બોમ્બ હુમલા શરૂ કરી દેવાયા હતા, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 32 લોકો જીવ ખોઇ ચૂક્યા છે.

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે, હમાસ વધુ બંધકોને છોડવા માગતું નથી. જેના કારણે યુદ્ધવિરામને વધુ લંબાવી શકાયો નથી. હમાસે તમામ મહિલાઓને પણ છોડી ન હતી અને ઇઝરાયલ પર રોકેટ છોડવાનું શરૂ કર્યું હતું.

7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધમાં ઇઝરાયલમાં 1200 અને ગાઝામાં 14 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિકન ઇઝરાયલ જવા રવાના થઈ ગયા. ઇઝરાયલના બોમ્બ ધડાકામાં માર્યા ગયેલા લોકોમાં ઘણાં બાળકો પણ સામેલ હતાં. યુનિસેફે કહ્યું છે કે, યુદ્ધ ફરી શરૂ થવું એ એક ખરાબ સપનાં સમાન છે.  ‘હુ’એ કહ્યું છે કે, ગાઝામાં લોકોના જીવ બચાવવા એમ્બ્યુલન્સની દોડ ફરી શરૂ થઈ છે. હમાસની કેદમાંથી મુક્ત થયેલાં બાળકોએ દાવો કર્યો છે કે આતંકવાદીઓએ તેમને ઓળખવા માટે તેમના પગ સળગાવી દીધા હતા.

યુદ્ધવિરામના 7મા દિવસે, 8 ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. આમાંથી બે મહિલાઓને ગુરુવારે બપોરે જ મુક્ત કરવામાં આવી હતી. સાંજે 6 બંધકોને છોડવામાં આવ્યા હતા. બદલામાં ઇઝરાયલે 30 પેલેસ્ટાઈનીઓને મુક્ત કર્યા, જેમાં 22 બાળકો અને 8 મહિલાઓનો સમાવેશ થાય છે.

હમાસે યુદ્ધવિરામના 7મા દિવસે 21 વર્ષ જૂની મિયા સ્કીમને મુક્ત કરી હતી. મિયા એ જ બંધક છે જેની સારવારનો વીડિયો હમાસ દ્વારા 17 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યો હતો. વીડિયો જાહેર કરતી વખતે હમાસે કહ્યું હતું કે, વિદેશી નાગરિકો અમારા મહેમાન છે.

તમામ બંધકોની સંભાળ લેવામાં આવી રહી છે. જ્યારે સ્થિતિ સુધરશે ત્યારે અમે તેમને મુક્ત કરીશું. હમાસને ખતમ કરવા માટે ઇઝરાયલની સેના વેસ્ટ બેંકે દરોડા પાડી રહી છે. અહીં રાતોરાત 23 પેલેસ્ટિનિયનની ધરપકડ કરવામાં આવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024