વોશિંગ્ટન,
તા. 7 : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસમાં ભારતીય-અમેરિકન
સમુદાયના અગ્રણી નેતાઓ, ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
અમેરિકન
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં એક આયોજિત ખાસ કાર્યક્રમ દરમિયાન પરંપરાગત દીવો
પ્રગટાવીને દિવાળીની ઉજવણીની શરૂઆત કરી હતી. આ ખાસ પ્રસંગે વિદેશમંત્રી માર્કો રૂબિયો
અને સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી કમિશનર અર્જુન મોદી સહિતના અનેક દિગ્ગજો
હાજર રહ્યા હતા.
આ ઉજવણીમાં
અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા, જાણીતા શેફ વિકાસ ખન્ના, ટેક ઉદ્યોગપતિ
વિશાલ ગોંડલ, આઈબીએમના સીએમડી અરવિંદ કૃષ્ણા, એફબીઆઈ ડિરેક્ટર કાશ પટેલ અને માઈક્રોન
ટેક્નોલોજીના સંજય મેહરોત્રા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થના
ડિરેક્ટર જય ભટ્ટાચાર્ય, રૂબી ઢલ્લા, રાજીવ શર્મા, વિશ્વજિત મલ્લામ્પાટી, હેતલકુમાર
પટેલ અને વ્હાઈટ હાઉસના ઈવેન્ટ્સ અશર અરવિંદ ચઢ્ઢા પણ હાજર રહ્યા હતા.
ઋઘચશશ
ટેક્નોલોજીના સ્થાપક વિશાલ ગોંડલે પ્રમુખ ટ્રમ્પ સાથે દિવાળી ઊજવવા બદલ આનંદ વ્યક્ત
કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર તસવીરો શેર કરતાં જણાવ્યું હતું
કે, ‘પ્રમુખ ટ્રમ્પને હનુમાન ચાલીસા ભેટમાં આપવાની તક મળી જે ખૂબ જ ગૌરવની ક્ષણ છે.’
તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધો અને અંધકાર પર પ્રકાશના વિજય માટે પ્રાર્થના
કરી હતી.