• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

72 કલાક માટે યુક્રેન ઉપર હુમલા રોકવા પુતિનનો આદેશ

અમેરિકી વિશેષ દૂતની રશિયાની મુલાકાત સમયે જ નિર્ણય

નવીદિલ્હી, તા.પ: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કીવ પર 72 કલાક સુધી હુમલા રોકવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર રશિયા અને યુક્રેનની મુલાકાતે છે. બંને અમેરિકન પ્રતિનિધિઓ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યા છે અને તેમનો હેતુ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોને ફરીથી આગળ વધારવાનો છે.

રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે કીવ પરના હુમલા શનિવારે મધરાતથી ત્રણ દિવસ માટે રોકવામાં આવશે. તેમણે કહ્યું કે અમેરિકન પ્રતિનિધિઓની યુક્રેનની રાજધાની કીવની પ્રસ્તાવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને આ રોક લગાવવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં સ્પાના કર્મચારી પાસેથી રૂપિયા 6 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું ઓઢવ સર્કલ નજીક નિર્મિત સ્ક્વેરમાં દુકાન નંબર 101માં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો અમારા પ્રતિનિધિ તરફથી September 06, Sun, 2026