નવી દિલ્હી, તા. 7 ઃ કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ની આગેવાનીમાં દિલ્હીના જંતર મંતરે ચાલેલા છાત્ર આંદોલન બાદ એક સરવેમાં યુવાનો અને દેશનું વલણ જાણવાની કોશિશ કરવામાં આવી હતી. સી વોટરના સરવેમાં જાણવાનો પ્રયાસ થયો હતો કે પેપર લીકના મુદ્દે દેશનું મંતવ્ય શું છે અને લોકો સરકારના નિર્ણયોથી કેટલા સંતુષ્ટ અને અસંતુષ્ટ છે. યુવાનો વચ્ચે ક્યા નેતાની લોકપ્રિયતા વધારે છે તે સવાલ પણ પુછાયો હતો. જેમાં સામે આવ્યું હતું કે પીએમ મોદી હજી પણ યુવાનો વચ્ચે સૌથી લોકપ્રિય છે. જ્યારે અભિજીત દીપકે ત્રીજા નંબરે છે. સી વોટર દ્વારા કરાવવામાં આવેલા સરવેના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. સરવેમાં પુછાયું હતું કે શિક્ષા સુધાર માટે સરકારની પ્રાથમિકતા શું હોવી જોઈતી હતી ? જેના જવાબમાં 27.2 ટકા લોકોએ મંત્રીનું રાજીનામું કહ્યું હતું. 31.7 ટકાએ આકરા કાયદાનો વિકલ્પ પસંદ કર્યો હતો. જ્યારે 11.9 ટકાએ એનટીએમાં બદલાવ થવો જોઈએ તેમ કહ્યું હતું.