વોશિંગ્ટન, તા. 7 ઃ મેટાની મુશ્કેલીઓ વધતી જાય છે. ભારતે આક્રમક વલણ અપનાવ્યા બાદ અમેરિકામાં પણ ન્યૂ મેક્સિકો રાજ્યની અદાલતે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની માતૃકંપની મેટાને નવ હજાર કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકથી યુવાનોનાં માનસિક આરોગ્યને નુકસાન થયું છે. દંડની રકમમાંથી 3993 કરોડ રૂપિયા યુવાનોની સારવાર માટે ખર્ચાશે. બાકીની રકમ આવનારાં પાંચ વર્ષમાં જાગૃતિ સોશિયલ મીડિયા મંચોના ઉપયોગ પર નિયમન માટે ખર્ચાશે. કોર્ટે કહ્યું હતું કે, પ્લેટફોર્મ્સ પર બાળકોનું યૌન શોષણ થયું, તે મેટા કંપની જાણતી હતી, પરંતુ તેણે છુપાવ્યું. કેસની સુનાવણી દરમ્યાન મેટામાં પાયાના બદલાવ કરવાની માંગ કરાઈ હતી. આદત પાડી દેતાં ફીચર્સ પર રોક લગાવવાના હેતુ સાથે બદલાવ જરૂરી લેખાવાયા હતા.