દારૂ પીવાની કુટેવથી કંટાળી પુત્રને એસિડ પીવડાવી ગળાટૂંપો આપી પતાવી દીધો
ગોંડલ,તા.3: ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દારૂ પીવાની કુટેવ
ધરાવતા પુત્રથી કંટાળીને તેના સગા માતા-િપતાએ પુત્રને પહેલા એસિડ પીવડાવી ત્યારબાદ
ગળાટૂંપો આપીને મૃત્યુને ઘાટ ઉતારી દીધો હતો. બનાવ અંગે મૃતકની 20 વર્ષીય પત્નીએ પોતાના
સાસુ અને સસરા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે પુત્રની
હત્યા બદલ માતા પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ગુંદાળા
ગમે રહેતા રામભાઈને અવારનવાર દારૂ પીવાની ટેવ હતી, જેથી તેઓ દારૂ પીને ઘરે આવતા અને
પિતા બાબુભાઈ સાથે અવારનવાર નાની-મોટી માથાકૂટ અને કજિયા થતા રહેતા હતા.
ગત 29 જૂનના રોજ રામભાઈ પોતાની પત્ની બંશીબેન
સાથે તેના સાસરે ઘોઘાવદર ગયા હતા, ત્યાં પણ તેમણે દારૂ પીને ધમાલ મચાવતા પત્નીના પિતાએ
તેમનાં વેવાઇ બાબુભાઈને ફોન કરીને રામભાઈને પરત ગુંદાળા તેડી જવા કહ્યું હતું. બાદ
માં બાબુભાઈ પુત્ર રામભાઈને ગુંદાળા લઇ ગયા હતાં. દરમિયાન ગત 30 જૂન 2026ના રોજ સાંજના
આશરે સાતેક વાગ્યાની આસપાસ રામભાઈ દારૂ પીને ગુંદાળા પોતાનાં ઘરે આવ્યા હતા. આ સમયે
બાપ-દીકરા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને જપાજપી થઈ હતી. ઝઘડો વધતા માતા મનીષાબેન ઉર્ફે મોતીબેને રામભાઈને
એસિડની બોટલ લાવીને પીવડાવી દીધી હતી. એસિડ પીધા બાદ રામભાઈએ રાડારાડ અને દેકારો કરતા
પિતા બાબુભાઈ ઉર્ફે અતુલભાઈ ઘુઘાભાઈ બાંભવાએ રામભાઈને મોંઢે ડુચ્ચો દઈ હત્યા કરી હતી.
બનાવ શંકાસ્પદ લાગતા પોલીસે લાશનું ફોરેન્શિક પી.એમ કરાવતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
પોલીસે માતા પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.