• શનિવાર, 13 જૂન, 2026

EPFOમાં બદલાવ : કારણ બતાવ્યા વિના થઈ શકશે પૂરો ઉપાડ

નવી દિલ્હી, તા. 11 : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)એ કર્મચારીઓ માટે એક નવો અને મોટો બદલાવ કર્યો છે, જેના હેઠળ ક્લેમ અને ઉપાડના નિયમને સરળ બનાવવામાં આવ્યા છે. ખાસ બદલવા હેઠળના એકમાં સભ્ય અમુક વિશેષ પરિસ્થિતિમાં ઉપાડનું કારણ બતાવ્યા વિના જ 100 ટકા સુધીની પીએફની રકમ ઉપાડી શકશે. આ નિર્ણય ઈપીએફઓ દ્વારા સભ્યોની સુવિધામાં સુધારો કરવા અને નિવૃત્તી સમયની બચત સુધીની પહોંચમાં વધારે સરળતા લાવવાના પ્રયાસનો હિસ્સો છે.

ગત વ્યવસ્થા હેઠળ સભ્ય અસાધારણ પરિસ્થિતિ જેમ કે લાંબા સમયની બેરોજગારી, તાળાબંધી, કંપની બંધ થવી, મહાકારી કે પ્રાકૃતિક આફત દરમિયાન પૂરી ઇપીએફની રકમ ઉપાડી શકતા હતા. જો કે ગ્રાહકોએ ઉપાડ માટે સટીક કારણ બતાવવાની સાથે સહાયક દસ્તાવેજ જમા કરાવવા જરૂરી હતા. ઘણા મામલામાં દાવા એટલે રદ થતા હતા કારણ કે સભ્ય દ્વારા બતાવવામાં આવેલા કારણ ઇપીએફઓ દ્વારા મંજૂર શ્રેણી સાથે મેળ ખાતા નહોતા. જેનાં કારણે વિલંબ અને ફરિયાદો વધી રહી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક