• શનિવાર, 13 જૂન, 2026

અમરેલી: જ્વેલર્સની દુકાનમાંથી બે મહિલાઓ રૂ. 3.35 લાખની સોનાની બંગડીઓ ચોરી ફરાર

અમરેલી, તા.11: અમરેલીના ટાવર રોડ પર પંજાબ નેશનલ બેંક સામે આવેલી ‘ચિંતન જ્વેલર્સ’ નામની દુકાનમાં ગ્રાહક બનીને આવેલી બે અજાણી મહિલાઓએ ધોળા દિવસે રૂ. 3.35 લાખની કિંમતનો સોનાની બંગડીનો સેટ ચોરી લીધો છે. ગત 3 જૂનના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. મહિલાઓ દુકાનદારનું ધ્યાન ચુકવી આશરે 21.080 ગ્રામ વજનનો સોનાની બંગડીનો સેટ લઈને ફરાર થઈ ગઈ હતી. આ અંગે દુકાન માલિક હાર્દિકભાઇ કાત્રોડીયાએ અમરેલી શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ધોળા દિવસે બજારની મધ્યમાં થયેલી આ ચોરીને પગલે સ્થાનિક વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. અમરેલીમાં અગાઉ પણ આવી મોટી ચોરીઓની ઘટનાઓ અણઉકેલાયેલી રહી છે, ત્યારે પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ દુકાનના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. હાલ પોલીસ ફૂટેજ અને અન્ય કડીઓના આધારે બંને મહિલા ચોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક