• શનિવાર, 13 જૂન, 2026

ભારતીય બેંકો પર AI કૌભાંડનો ખતરો

નવી દિલ્હી, તા. 11 : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ  ટેક્નોલોજી જ્યાં એક તરફ નાણાકીય ક્ષેત્રને આધુનિક બનાવી રહી છે, ત્યાં બીજી તરફ તે ભારતીય બાંકિંગ સેક્ટર માટે એક મોટો માથાનો દુખાવો બની ગઈ છે. બાયોકેચ દ્વારા  એક વૈશ્વિક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે, ભારતની આશરે 84 ટકા બાંકિંગ સંસ્થાઓએ છેલ્લા એક વર્ષમાં ફ્રોડના કારણે થતાં નાણાકીય નુકસાનમાં મોટો વધારો નોંધ્યો છે. આ સર્વેમાં વિશ્વના 25 દેશોના 1,440 નાણાકીય લીડર્સે ભાગ લીધો હતો, જેમાં ભારત આર્થિક કૌભાંડો અને અઈં આધારિત ડિજિટલ જોખમોથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં મોખરે રહ્યું છે.

આ અહેવાલમાં બાંકિંગ ગુના નિવારણ સાથે જોડાયેલા ભારતના 100 અગ્રણી નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તેમાંથી આશ્ચર્યજનક રીતે 90 ટકા નિષ્ણાતોએ સ્વીકાર્યું છે કે તેમની સંસ્થાઓમાં છેતરાપિંડીના પ્રયાસોમાં અભૂતપૂર્વ વધારો થયો છે, જે 81 ટકાના વૈશ્વિક સરેરાશ કરતાં ઘણો વધારે છે. અગાઉના વર્ષના સર્વેમાં આ આંકડો માત્ર 70 ટકા હતો, જે દર્શાવે છે કે સાયબર ગુનેગારો હવે ભારતીય બેંકોને વધુ નિશાન બનાવી રહ્યા છે.  સર્વેક્ષણમાં નાણાકીય છેતરાપિંડીમાં એઆઇની સક્રિય ભૂમિકા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક