ભારતના 9 વિકેટે 349 સામે અફઘાન અ ટીમના 25.5 ઓવરમાં 2/177
દામ્બુલા,
તા.11: ત્રિકોણીય વન ડે શ્રેણીના વરસાદગ્રસ્ત મેચમાં ઇન્ડિયા એ ટીમ વિરુદ્ધ અફઘાનિસ્તાન
એ ટીમનો ડકવર્થ/લૂઇસ નિયમથી 4 રને વિજય થયો હતો. 49-49 ઓવરના મેચમાં ભારતીય યુવા ટીમે
શાનદાર બેટિંગ કરીને 9 વિકેટે 349 રન ખડકયાં હતા. બાદના વરસાદના વિઘ્ને લીધે અફઘાનિસ્તાનને
38 ઓવરમાં 294 રનનું સંશોધિત વિજય લક્ષ્ય મળ્યું હતું. જવાબમાં અફઘાન ટીમના 2પ.પ ઓવરમાં
2 વિકેટે 177 રન થયા હતા. ત્યારે ફરી વરસાદ શરૂ થયો હતો અને રમત આગળ વધી શકે તેમ ન
હોવાથી અફઘાનિસ્તાનને 4 રને વિજેતા જાહેર કરાયું હતું.
ઇન્ડિયા
એ ટીમ તરફથી વન્ડર બોય વૈભવ સૂર્યવંશીએ 22 દડામાં 9 ચોક્કાથી આક્રમક 44 રન કર્યાં હતા.
પ્રભસિમરન સિંઘે 84, ઋતુરાજ ગાયકવાડ અને કપ્તાન તિલક વર્માએ 66-66 રનની ઈનિંગ રમી હતી.
સૂર્યાંશ શેગડેના 40 રન હતા. આથી ઈન્ડિયા એ ટીમના 49 ઓવરમાં 349 રન થયા હતા. અબ્દુલ્લાહ
અહમદઝાઇએ પ વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાન તરફથી કપ્તાન ઇમરાન 7પ રને અને બાહિર શાહ પ1
રને નોટઆઉટ રહ્યા હતા.