48 ટીમના 1248 ખેલાડી વચ્ચે ફૂટબોલનો સર્વોચ્ચ ખિતાબ હાંસલ કરવા 39 દિવસ સુધી 104 મેચની ટક્કર
મેક્સિકોમાં
ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો : કેનેડા અને અમેરિકામાં કાલે યોજાશે
મેસ્સી
અને રોનાલ્ડો 6 વિશ્વ કપ રમનારા પહેલા ખેલાડી બનશે
નવી
દિલ્હી, તા.11: દુનિયાની સૌથી લોકપ્રિય ગણાતી રમત ફૂટબોલના મહાકુંભ ફીફા વર્લ્ડ કપનું
કાઉન્ટ ડાઉન સમાપ્ત થયું છે. આ વખતે પહેલીવાર 48 ટીમના 1248 ખેલાડી વચ્ચે ફૂટબોલનો
સર્વોચ્ચ ખિતાબ હાંસલ કરવા માટે 39 દિવસ સુધી 104 મેચની ટક્કર થશે. આ ઉપરાંત આ વખતે
પહેલીવાર ત્રણ દેશ અમેરિકા, કેનેડા અને મેક્સિકો સંયુકત રીતે યજમાની કરી રહ્યા છે.
આ ત્રણ દેશના 16 સ્ટેડિયમ પર ફૂટબોલની ખરાખરીનો ખેલ જામશે. મોટાભાગના મેચ ભારતીય સમય
અનુસાર મોડી રાત્રે અથવા વહેલી સવારે જોવા મળશે. ભારતમાં ફૂટબોલ વિશ્વ કપના મેચો યૂનાઇટેડ-8
સ્પોર્ટસ ચેનલ અને લાઇવ સ્ટીમિંગ જી-પ એપ પરથી થશે.
ફૂટબોલના
સૌથી મોટા બે સ્ટાર ખેલાડી આર્જેન્ટિનાનો લિયોનલ મેસ્સી અને પોર્ટૂગલના ક્રિસ્ટિયાનો
રોનાલ્ડોનો આ આખરી વિશ્વ કપ છે. બન્ને પોતાની રેકોર્ડ બુકમાં વધુ કેટલાક સોનેરી પુષ્ઠો
ઉમેરવા માટે કોઇ કસર છોડશે નહીં. આથી ફૂટબોલ ચાહકોની નજર આ બે ખેલાડી પર વધુ રહેશે.
મેસ્સી અને રોનાલ્ડો 6-6 વિશ્વ કપ રમનારા પહેલા ખેલાડી બનશે.
ફીફા
વર્લ્ડ કપનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ આજે રાત્રે મેક્સિકો સિટીમાં યોજાયો હતો. આ પછી યજમાન
દેશ મેકિસકો અને સાઉથ આફ્રિકા ટીમ વચ્ચેની ટક્કર શરૂ થઇ હતી. બીજી ઓપનિંગ સેરેમની કેનેડાના
ટોરન્ટો ખાતે શુક્રવારે રાત્રે યોજાશે. જેમાં બોલિવૂડ ડાન્સીંગ કવીન નોરા ફાતેહી જોવા
મળશે. ન્યૂયોર્કમાં પણ રંગારંગ ઉદ્ઘાટન સમારંભ શુક્રવારે રાત્રે યોજાશે. રાત્રે મેક્સિકો
અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલી ટક્કર થઇ હતી. સવારે 7-30થી દ. કોરિયા અને ઝેક ગણરાજ્યની
ટીમ આમને-સામને હશે.
છેલ્લે
કતરમાં રમાયેલા 2022 વર્લ્ડ કપના ફાઇનલમાં આર્જેન્ટિના પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને
4-2થી હાર આપી ચેમ્પિયન બન્યું હતું. આ વખતે તમામ 48 ટીમને 12 ગ્રુપમાં રાખવામાં આવી
છે. દરેક ગ્રુપમાં 4 ટીમ છે. આ વખતે 16ના બદલે 32 ટીમ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચશે. દરેક
ગ્રુપની ટોચની બે ટીમ સીધી જ નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા બનાવશે. જ્યારે દરેક ગ્રુપની ત્રીજા
નંબરની 12 ટીમમાંથી બેસ્ટ 8 ટીમને પણ નોકઆઉટમાં જગ્યા મળશે. નોકઆઉટ રાઉન્ડની સમાપ્તિ
પછી ટોચની 16 ટીમ બચશે. એ પછી 8 ટીમ કવાર્ટર ફાઇનલ રમશે. 20 જુલાઇએ ન્યૂયોર્કમાં ફાઇનલ
મુકાબલો રમાશે.
દરેક
જીત પર ટીમના ખાતામાં 3 પોઇન્ટ જમા થશે. મેચ ડ્રો થશે તો બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળશે.
પરાજીત ટીમને કોઇ પોઇન્ટ મળશે નહીં.
બ્રાઝિલ
ફીફા વિશ્વ કપ ઇતિહાસની સૌથી સફળ ટીમ છે. તેણે રેકોર્ડ પાંચ વખત (19પ8, 1962, 1970,
1994 અને 2002) ખિતાબ જીત્યા છે જ્યારે જર્મની અને ઇટાલીએ 4-4 વખત અને આર્જેન્ટિનાએ
ત્રણ વખત ફીફા ટ્રોફી જીતી છે.