ચાર વર્ષથી કેનેડામાં રહેતી વિધિ મેઘાણીની હત્યાથી પરિવારમાં માતમ
નવીદિલ્હી, તા.28
ઃ કેનેડાનાં
નિયાગ્રામાં ગુજરાતની
એક 22 વર્ષીય
છાત્રા વિધિ
મેઘાણીની છરીનાં
ઘા ઝીંકીને
હત્યા કરી
નાખવામાં આવી
છે. આ
કમકમાટીભરી ઘટનાને
પગલે કેનેડા
અને ભારતમાં
ખળભળાટ મચી
ગયો છે.
વિધિ છેલ્લાં
4 વર્ષથી કેનેડામાં
રહેતી હતી
અને અભ્યાસ
સાથે ત્યાં
નોકરી પણ
કરતી હતી.
તેની હત્યા
1પમી મેના
રોજ કરી
નાખવામાં આવી
હતી. વિધિને
ઘાયલ હાલતમાં
હોસ્પિટલમાં ખસેડવામાં
આવેલી પણ
ત્યાં તેને
મૃત ઘોષિત
કરી દેવામાં
આવી હતી.
વિધિ કલ્પેશભાઈ
મેઘાણી મૂળે
આણંદનાં બોરસદની
છે અને
સ્થાનિક પોલીસે
હત્યાનો કેસ
નોંધીને આગળની
તપાસની કાર્યવાહી
શરૂ કરેલી
છે.
મળતી પ્રાથમિક
જાણકારી અનુસાર
અમેરિકાની બોર્ડર
પાસે તેની
ચાકૂ ઘોંપીને
હત્યા થઈ
છે. તે
1પમીએ પોતાનાં
ઘરેથી નીકળી
પછી આ
ઘટના બની
હતી. કેનેડામાં
ભારતીય છાત્રો
ઉપર હુમલાનો
આ કોઈ
પહેલો બનાવ
નથી. આ
પહેલા ગત
વર્ષે ડિસેમ્બરમાં
ટોરંટોમાં 30 વર્ષીય
હિમાંશી ખુરાનાનો
પણ મૃતદેહ
મળી આવ્યો
હતો.