સ્થાનિકોએ ધડાકાને નાના પરમાણુ બોમ્બના વિસ્ફોટ સાથે સરખાવ્યો
નવી
દિલ્હી, તા. 29 : બ્લુ ઓરિજિન દ્વારા બનાવવામાં આવેલા ન્યૂ ગ્લેન રોકેટમાં ફલોરીડામાં
એક પરીક્ષણ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો હતો. કંપનીએ બનાવને અસમાન્ય ઘટના ઠેરવી હતી.
કંપનીએ કહ્યું હતું કે દુર્ઘટના સમયે હાજર તમામ કર્મચારીઓ અને સ્ટાફની સુરક્ષાની પુષ્ટિ
કરવામાં આવી છે અને કોઈ લાપતા નથી. સાથે જ ભરોસો આપ્યો હતો કે જેમ જેમ ઘટનાની જાણકારી
મળતી જશે તે તેને સાર્વજનિક કરવામાં આવશે.
ઈ
કોમર્સ દિગ્ગજ એમેઝોનના માલિક અને બ્લુ ઓરિજિનના સંસ્થાપક જેફ બેઝોસે ભરોસો આપ્યો હતો
કે પરીક્ષણ દરમિયાન કોઈપણ કર્મચારીને નુકસાન થયું નથી. વિસ્ફોટને એક લાઈવસ્ટ્રીમમાં
કેદ કરવામાં આવ્યો હતો. જેમાં આગનો એક વિશાળ ગુબ્બારો ઉઠતા જોવા મળી રહ્યો હતો. કેપ
કેનાવેરલ અને કોકોઆ બિચના નિવાસીઓએ કહ્યું હતું કે રાત્રીના નવ વાગ્યે અચાનક મકાન ધ્રુજવા
લાગ્યા હતા. ઘણા લોકોએ સોશિયલ મીડિયા ઉપર વિસ્ફોટને નાના પરમાણુ બોમ્બના વિસ્ફોટ સાથે
ગણાવ્યો હતો.
બનાવ
બાદ ઈમર્જન્સી વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ઘુમાડા કે અન્ય સંભવિત જોખમથી લોકોને
કોઈપણ તકલીફ પહોંચશે નહી. એક રિપોર્ટ અનુસાર બ્લુ ઓરિજિનનું પરીક્ષણ એમેઝોન માટે ઉપગ્રહોના
એક સમૂહને લોન્ચ કરવાની તૈયારી હેઠળ થઈ રહ્યું હતું. આ પ્રોજેક્ટ એલન મસ્કના સ્પેસએક્સના
સ્ટાલિંક સેટેલાઈટ નેટવર્કને પડકારવાનો છે.