BSF જવાનો સીરક્રિક અને ભુજમાં ચટ્ટાનની જેમ ઊભા છે
ભુજ,
તા. 29 : દેશની પશ્ચિમ સીમાએ આવેલા કચ્છ ક્ષેત્રની સંવેદનશિલ અને ભારતની સલામતીના દૃષ્ટિકોણથી
વધેલા....ને રેખાંકિત કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રને એવો સધિયારો
આપ્યો હતો કે સચોટ રણનીતિ અને અદ્યતન ટેકનોલોજીની મદદથી સરકાર એવું અભેદ સુરક્ષાકવચ
ઉભું કરવા જઈ રહી છે કે સીમા પાર બેઠેલા શત્રુ આંખ ઉંચી કરીને નહીં જોઈ શકે. ગૃહમંત્રીએ
જણાવ્યું હતું કે, સરકાર બીએસએફને નવા ક્ષેત્ર
સોંપીને કાયક્ષેત્ર વિસ્તારવાનું વિચારી રહી છે. તેમણે જાહેરાત કરી હતી કે સરહદી સુરક્ષાની
વધુ મજબુત બનાવવા માટે ક્ષેત્રીય સુરક્ષાનો નવો દૃષ્ટિકોણ ઉમેરાશે.
કેન્દ્રીય
ગૃહમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની
ઉપસ્થિતિમાં કચ્છ સિમાવર્તી ક્ષેત્રની મુલાકાત લઈને સ્થિત્ની જાત માહિતી મેળવી હતી.
રણપ્રદેશ
કચ્છની સરહદે જી-7 અને જી-13 સીમા સમીક્ષા કરી હતી અને કચ્છ સીમા પર તૈનાત જવાનોને
સંબોધન કર્યું હતું. આ અવસરે અમિત શાહે જણાવ્યું
હતું કે, અતિ.... અને દુર્ગમ એવા હરામીનાળા અને સીરક્રીકને સુરક્ષા માટેની ચાલી રહેલી
કામગીરી 70 ટકા જેટલી પુર્ણ થઈ ચૂકી છે.
કેન્દ્ર
સરકારે સીમાની સુરક્ષાની બીએસએફની આખી સંકલ્પનાનો કાયાકલ્પ કરવાનો ફેંસલો કર્યો છે.
તેવું જવાનોને સંબોધતાં શાહ બોલ્યા હતા બીએસએફ..... અને બાંગલાદેશ સાથેની ભારતની સીમા
સાચવી રહ્યું છે. ‘મેં જ્યારે દેશના ગૃહમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે બીએસએફના.....મારી
પહેલી સમીક્ષા દરમ્યાન પાકિસ્તાનને લાગીને
આવેલું હરામીનાળા અને સીરક્રીક ક્ષેત્રમાં સલામતીમાં ઉણપો જણાઈ હતી.’ એમ કહેતાં શ્રી
શાહે ઉમેર્યું કે સરકારી લોકતંત્રમાં લીકપ્રુફ
સલામત ગ્રીડ સ્થાપવા એકશન પ્લાન ઘડી કાઢયો
છે જે અંતર્ગત વોચ ટાવરનું નિર્માણ થઈ રહ્યું છે. જવાનોને પીવાનું પાણી, તબીબી સેવા
અને આવાસ સુવિધા પુરી પાડવા કનેકટીંગ રોડ બાંધવામાં આવી રહ્યા છે અને નવું ફેન્સીંગ
પણ થઈ રહ્યું છે.
‘હું
કહી શકું કે આ કામ 70 ટકા પુર્ણ થઈ ચૂક્યું છે અને ગૃહખાતાને એનો સંતોષ છે કે આવતા
બે વર્ષમાં આ દુર્ગમ અને સંવેદનશિલ ક્ષેત્ર શત્રુઓના મલિન ઈરાદાઓ સામે પુરેપુરૂં અને
....રીતે સુરક્ષીત બની જશે.’ એમ અમિતભાઈ શાહે ઉમેર્યું હતું.
ગૃહમંત્રીએ જણાવ્યું કે બીએસએફના જવાનો ખૂબ વિષમ
આબોહવા અને કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓમાં રહે છે, પરંતુ અહીં આવીને જ્યારે તેમને હસતા
ચહેરાઓ સાથે ભારતની સરહદોની સુરક્ષામાં અડગ ઊભેલા જોઈએ છીએ ત્યારે લાગે છે કે તેમની
સરખામણીમાં આપણું કામ ઘણું સરળ છે. ગૃહ મંત્રીએ જણાવ્યું કે જ્યારે બીએસએફના જવાનો
નથી થાકતા તો આપણને થાકવાનો બિલકુલ પણ અધિકાર નથી.
શ્રી
અમિત શાહે કહ્યું કે બીએસએફએ સ્થાપનાથી લઈને અત્યાર સુધી વીતેલા 60 વર્ષમાં દેશની બે
સૌથી કઠિન સરહદોની સુરક્ષાની જવાબદારી ઉઠાવી છે. તેમણે જણાવ્યું કે આ સરહદો પર તૈનાત
બીએસએફ જવાનોને -45 ડિગ્રીથી લઈને +45 ડિગ્રીથી વધુ તાપમાન સુધી દરેક પરિસ્થિતિનો સામનો
કરવો પડે છે. ક્યાંક કચ્છનું દુર્ગમ રણ છે, સિર ક્રિક અને હરામી નાળાની દલદલી જમીન
છે, તો ક્યાંક રાજસ્થાનના રેતીના ઢુવાઓ વચ્ચે તૈનાત રહીને બીએસએફ જવાનોને કામ કરવું
પડે છે. શ્રી શાહે જણાવ્યું કે કાશ્મીરની બરફીલી ચોટીઓ અને સુંદરવનના જંગલો વચ્ચે ગંગાસાગરના
કિનારેથી લઈને મેઘાલય અને આસામના પહાડી અને વન ક્ષેત્રો સુધી બીએસએફએ વીતેલા છ દાયકાઓમાં
ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે. બળના 2000 જવાનોએ દેશ
માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આ જ કારણે ભારત સરકાર અને દેશની 140 કરોડ
જનતા હંમેશા બીએસએફ પ્રત્યે આદરની ભાવના રાખે છે અને ચેનની ઊંઘ પણ સૂવે છે.
કેન્દ્રીય
ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે બનાસકાંઠામાં એક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે,
જેથી આમ જનતાને બીએસએફ જવાનોની કઠિન ડ્યુટીની ખબર પડી શકે. તેમણે વધુમાં જણાવ્યું કે
વીતેલા એક મહિનામાં લગભગ 2.5 લાખથી વધુ લોકોએ આ કેન્દ્રમાં જઈને બીએસએફની ડ્યુટી વિશે
જાણ્યું-સમજ્યું છે. શ્રી શાહે કહ્યું કે શરૂઆતમાં ફીડબેક ફોર્મના માધ્યમથી એક સર્વે
કરાવીને લોકો પાસેથી બીએસએફની ડ્યુટી વિશે તેમના વિચારો પૂછવામાં આવ્યા હતા. તે સમયે
કેટલીય મહિલાઓએ લખ્યું હતું કે જો તેમના દીકરા-દીકરીઓ મોટા થઈને બીએસએફમાં જાય તો તેમને
ગર્વ થશે. દેશ માટે આટલું કઠિન જીવન જીવવું બહુ મોટી વાત છે. દેશની જનતા માટે ફીડબેક
ફોર્મને ઓનલાઇન કરી દેવામાં આવ્યું છે.
કેન્દ્રીય
ગૃહ મંત્રીએ જણાવ્યું કે બીએસએફના જવાનો સર ક્રિક અને ભુજમાં ચટ્ટાનની જેમ ઊભા છે,
જેના કારણે ભુજની જનતા પૂરી રીતે સુરક્ષિત છે. તેમણે જણાવ્યું કે અમે એવી સુવિધા આપીશું
જેથી જવાનોને ઓછામાં ઓછી તકલીફ થાય. આના માટે મોદી સરકાર દિવસ-રાત કામ કરી રહી છે.
તેમણે જણાવ્યું કે અમે બજેટની ચિંતા નથી કરી અને ટેકનોલોજીના ઉપયોગમાં પણ કોઈ કસર છોડી
નથી, જેનાથી ધીમે-ધીમે આ ક્ષેત્રમાં મજબૂત સુરક્ષા ગ્રીડ ઊભી કરવામાં આપણને સફળતા મળી
છે. અમે અહીં સફળતાપૂર્વક વોચ ટાવરોનું નિર્માણ કર્યું અને આખા બીઓપી ક્ષેત્રને ગ્રાઉન્ડ
લેવલથી ઉપર ઉઠાવ્યું.
શ્રી
અમિત શાહે જણાવ્યું કે ઇજિ ની સ્થાપનાના 60મા વર્ષમાં અમે બીએસએફની સરહદ સુરક્ષાની
વિભાવનાને પૂરી રીતે બદલવાનો નિર્ણય કર્યો છે. અમે આવનારા દિવસોમાં એક ચતુષ્કોણીય સુરક્ષા
ગ્રીડ બનાવીશું અને બોર્ડરની સુરક્ષાની જગ્યાએ ટેરિટોરિયલ સુરક્ષા નો નવો કન્સેપ્ટ
લોન્ચ કરીશું. તેમણે જણાવ્યું કે આમાં જનતા, સિવિલ પ્રશાસન, સ્થાનિક પોલીસ અને મિલિટ્રીની
સાથે જ બીએસએફ જવાનોની પણ પ્રમુખ જવાબદારી હશે. શ્રી શાહે જણાવ્યું કે અમે સ્માર્ટ
બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટ હેઠળ સરહદ પર સુરક્ષા ગ્રીડને મજબૂત બનાવવાનું કામ કરી
રહ્યા છીએ. આમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે અને તેમને વિશ્વાસ
છે કે ડ્રોન, રડાર, વોચ ટાવર, અત્યાધુનિક ટેકનોલોજી અને જવાનોની તૈનાતીથી એક મજબૂત
સુરક્ષા ગ્રીડ ઊભી થશે. આના પછી કોઈ આપણી સરહદને ભેદવાની હિંમત નહીં કરી શકે.
કેન્દ્રીય
ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે અમે નવા ક્ષેત્રોને પણ બીએસએફને આપવા પર વિચાર
કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે આપણી સુરક્ષા ગ્રીડમાં સૌથી મોટી ખામી બંગાળમાં બોર્ડર
પર અધૂરી ફેન્સિગ હતી. ભૌગોલિક પરિસ્થિતિને તો બદલી શકાતી નથી, પરંતુ જ્યાં જમીન છે
અને બોર્ડર ફેન્સ બની શકે છે, ત્યાં પણ આપણને જમીન મળી નહોતી. પરંતુ પાછલા દિવસોમાં
બંગાળની જનતાના આશીર્વાદથી બંગાળમાં અમારી પાર્ટીની સરકાર બની અને મુખ્યમંત્રીશ્રીએ
એક સપ્તાહની અંદર જ બોર્ડર પર ફેન્સિગ માટે જમીન આપવાનો નિર્ણય સૈદ્ધાંતિક સ્તરે કરી
દીધો છે અને કેટલીક જમીન આપી પણ દીધી છે. તેમણે જણાવ્યું કે ફેન્સિગ પૂરી થતા જ અમે
ઘૂસણખોરી રોકવામાં સફળ થઈશું. જંગલ તેમજ નદી-નાળાઓના રસ્તે ઘૂસણખોરી રોકવા માટે ત્યાં
પણ તકનીકી ફેન્સિગનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં બીએસએફના જવાનોના
પરાક્રમ, સાહસ અને કર્તવ્ય નિષ્ઠાના કારણે આખી સરહદ સુરક્ષિત થશે.
કેન્દ્રીય
ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ જણાવ્યું કે આખો દેશ બીએસએફ જવાનોના જુસ્સાનું સન્માન કરે
છે, તેમને સલામ કરે છે. તેમના કારણે આજે ગુજરાતના આ ક્ષેત્રમાં શાંતિ છે.