- બાંગ્લાદેશીઓને ખદેડવાનાં અભિયાનમાં ડિટેન્શન સેન્ટરમાં 143 ઘૂસણખોર કેદ
કોલકતા, તા.28ઃ
પશ્ચિમ બંગાળમાં
ગેરકાયદે રહેતા
બાંગ્લાદેશીઓ સામે
રાજ્ય સરકારે
કાર્યવાહી શરૂ
કરી દીધી
છે. પશ્ચિમ
બંગાળની ભાજપ
સરકારની ઓળખો,
હટાવો અને
પરત મોકલોની
નીતિ અપનાવીને
કાર્યવાહી શરૂ
કરી છે
ત્યારે ભારત-બાંગ્લાદેશ
બોર્ડરે પણ
ભાજપની રાજ્ય
સરકારે મોટું
પગલું ભર્યું
છે. મુખ્યમંત્રી
શુભેન્દુ અધિકારીએ
વ્યૂહાત્મક રીતે
મહત્ત્વપૂર્ણ ચિકન
નેક વિસ્તારની
121 હેક્ટર જમીન
બીએસએફને સોંપી
દીધી છે.
આ ઉપરાંત
નવ સીમાડાનાં
જિલ્લામાં પણ
કુલ 142.79 એકર
જમીન બીએસએફને
ટ્રાન્સફર કરી
દેવામાં આવી
છે. જેનો
ઉપયોગ બોર્ડર
આઉટપોસ્ટ અને
વાડનાં કામમાં
થશે.
બીજીબાજુ ઉત્તર
24 પરગના અને
માલદાથી જે
વીડિયો સામે
આવી રહ્યા
છે તેમાં
સ્પષ્ટ જોઈ
શકાય છે
કે, ગેરકાયદે
વસી ગયેલા
બાંગ્લાદેશીઓમાં ડરનો
માહોલ છે.
બીજીબાજુ બંગાળનાં
અધિકારીઓ દ્વારા
સંદિગ્ધ બાંગ્લાદેશીઓને
પકડવાનું કામ
પણ જારી
છે. છેલ્લા
ત્રણ દિવસમાં
143 લોકોને ડિટેન્શન
સેન્ટરમાં કેદ
કરવામાં આવ્યા
છે. પહેલાં
બે સેન્ટર
મુર્શીદાબાદ અને
માલદામાં બનાવવામાં
આવ્યા હતા
અને પછી
નોર્થ 24 પરગનાના
તેતુલિયામાં પણ
બનાવવામાં આવ્યું
છે. આ
અટકાયત કેન્દ્રોમાં
અનુક્રમે 24, 9 અને
110 લોકોને કેદ
કરવામાં આવેલા
છે.