સીમાએ શાંતિ અને સ્થિરતા હશે તો જ સંબંધ સામાન્ય બનશે ઃ બન્ને દેશ સહમત
નવીદિલ્હી, તા.28ઃ
પૂર્વ લદ્દાખમાં
વાસ્તવિક નિયંત્રણ
રેખા(એલએસી)
ઉપરની સ્થિતિ
અંગે ભારત
અને ચીન
વચ્ચે કૂટનીતિનાં
સ્તરે એક
મહત્વની પ્રગતિ
થઈ છે.
બુધવારે ચીનની
રાજધાની બીજિંગમાં
બન્ને દેશનાં
પરામર્શ અને
સંકલન માટેની
સમિતિની એક
બેઠક યોજાઈ
હતી. ભારતનાં
વિદેશ મંત્રાલયે
આ વાતચીત
રચનાત્મક રહી
હોવાનું જણાવ્યું
છે. આ
બેઠકમાં બન્ને
પક્ષ તરફથી
એ બાબતે
ભાર મૂકવામાં
આવ્યો હતો
કે, સરહદે
શાંતિ અને
સ્થિરતા જ
સમગ્ર સંબંધોને
સામાન્ય બનાવવાનો
માર્ગ ખોલી
શકશે.
વર્ષ 2020માં
ગલવાન ઘાટીમાં
થયેલી હિંસક
અથડામણનાં પગલે
બન્ને એશિયન
મહાસત્તા વચ્ચે
તનાવ પેદા
થયેલો છે.
આ સૈન્ય
મડાગાંઠ આશરે
ચાર વર્ષ
સુધી ચાલી
અને છેલ્લે
ગયા વર્ષે
બન્ને દેશોએ
સંબંધોને ફરીથી
પાટે ચડાવવા
માટે અનેક
પગલા લીધા
હતાં.
બીજિંગમાં યોજાયેલી
બેઠકમાં બન્ને
દેશોએ ચીનમાં
યોજાનારી વિશેષ
પ્રતિનિધિઓની બેઠક
માટે નક્કર
તૈયારી માટે
સહમતી દર્શાવી
છે.