ભારતનાં પ્રવાસ પહેલા અમેરિકાનાં વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યો અમેરિકાનો ઈરાદો
નવી
દિલ્હી, તા.22: અમેરિકાનાં વિદેશમંત્રી માર્કો રુબિયોએ પોતાનાં દિલ્હી પ્રવાસ પહેલા
ઊર્જા સહયોગ અને ભારતને ઈંધણ પુરવઠો પૂરો પાડવા મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું છે કે, ભારત જેટલી ખરીદવા ઈચ્છે એટલી અમેરિકા વેંચવા તૈયાર છે. રુબિયોએ
આગળ કહ્યું હતું કે, અમેરિકા અત્યારે ઐતિહાસિક સ્તરે ઊર્જાનું ઉત્પાદન અને નિકાસ કરી
રહ્યું છે. તે ભારતનાં ઊર્જા પોર્ટફોલિયોમાં પોતાની હિસ્સેદારી વધારવા માગે છે. તેમણે
આગળ પ્રશંસા કરતાં એવું પણ કહ્યું હતું કે, ભારત બહેતરીન સહયોગી અને ભાગીદાર દેશ છે.
----