સશત્ર સંઘર્ષમાં નાગરીકોની સુરક્ષા મુદ્દે ચર્ચા દરમિયાન પાકિસ્તાનની પોલ ખોલી
નવી
દિલ્હી, તા. 21 : સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત હરીશ પર્વતનેનીએ
સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. સશત્ર સંઘર્ષમાં નાગરીકોની સુરક્ષા
ઉપર આયોજિત યુએનએસસીની વાર્ષિક ચર્ચામાં પર્વતનેનીએ પાકિસ્તાનના ક્રૂર ચહેરાને દુનિયા
સામે ઉજાગર કર્યો હતો.જેમાં અફઘાનિસ્તાનમાં નાગરીકો ઉપર પાકિસ્તાને કરેલા હિંસક હુમલાઓના
દસ્તાવેજો રજૂ કર્યા હતા.
હરીશ
પર્વતનેનીએ યુએનએસસીમાં કહ્યું હતું કે સંઘર્ષની સ્થિતિ દરમિયાન નાગરીકોની રક્ષા કરવી
આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટેનું કેન્દ્રીય તત્ત્વ છે. ભારત સંયુક્ત
રાષ્ટ્ર ચાર્ટર પ્રત્યે પોતાની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારતીય દૂતે આગળ કહ્યું
હતું કે ભારત દશકોથી સીમા પાર આતંકવાદનો શિકાર બની રહ્યું છે. જે ક્ષેત્રીય શાંતિ અને
સ્થિરતા માટે જોખમી છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી બબર્રતા
ખુલ્લી પાડી હતી અને કહ્યું હતું કે, 2026ના પહેલા ત્રણ મહિનામાં પાકિસ્તાની સેના દ્વારા
કરવામાં આવેલી હિંસામાં અફઘાનિસ્તાનના 750 નાગરીકનાં મૃત્યુ થયાં છે અને ઈજાગ્રસ્ત
થયા છે.