નવી દિલ્હી તા.21: આઇપીએલ-2026માં કેકેઆર ટીમની વાપસી શાનદાર બની રહી છે. શરૂઆતના 6 મેચમાં સતત હાર સહન કરનાર કેકેઆર ટીમે પછીના 7 મેચમાંથી 6 જીત મેળવીને તેની પ્લેઓફ રાઉન્ડની આશા જીવંત રાખી છે. કેકેઆર હાલ 13 મેચમાં 13 અંક સાથે પોઇન્ટ ટેબલ પર 6 નંબર પર છે. હવે તેનો આખરી લીગ મેચ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રવિવારે રમવાનો છે. જો કેકેઆરે પ્લેઓફમાં પહોંચવું હશે તો દિલ્હી સામે મહાજીત હાંસલ કરવી પડશે અને એવી પણ દુઆ કરવી પડશે કે રવિવારે જ રમાનાર અન્ય એક મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સને હાર આપે. આ બે સમીકરણ કેકેઆરના પક્ષમાં રહેશે તો પણ લખનઉ-પંજાબનો મેચ મહત્ત્વનો બની રહેશે. જે શનિવારે રમાવાનો છે. આ મેચમાં પંજાબની હાર થશે તો જ કેકેઆરની આશા જીવંત રહેશે. જો પંજાબની જીત થશે તો તે 1પ અંક સુધી પહોંચશે. જયારે રવિવારે કેકેઆરની દિલ્હી સામે જીત થશે તો તે પણ 1પ અંક સુધી પહોંચશે. આ સ્થિતિમાં નેટ રન રેટ પ્લેઓફ ટિકિટ નકકી કરશે. કેકેઆર કરતા પંજાબનો રન રેટ ઘણો સારો છે. જો કે હાલ તો રાજસ્થાન રોયલ્સ માટે સમીકરણ સ્પષ્ટ છે. તેની પાસે 14 અંક છે અને મુંબઈ સામેની જીતથી પ્લેઓફમાં સીધો જ પ્રવેશ મેળવી લેશે.
ગઇકાલના
મેચમાં કેકેઆરનો મુંબઈ સામે 4 વિકેટે વિજય થયો હતો. 148 રનનું મામૂલી વિજય લક્ષ્ય
18.પ ઓવરમાં હાંસલ કરી લીધું હતું.