• શનિવાર, 23 મે, 2026

RCB વિરૂધ્ધ સનરાઇઝર્સનું પાવર હિટિંગ : 4 વિકેટે 255 રન

ઇશાનના 79, અભિષેકના 56 અને કલાસેનના 51 રન

હૈદરાબાદ તા.22: ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરનાર સનરાઇઝર્સ હૈદરાબાદે આરસીબીની દીશાવિહીન બોલિંગ અને નબળી ફિલ્ડીંગનો ભરપૂર ફાયદો ઉઠાવીને 20 ઓવરમાં 4 વિકેટે 2પપ રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. હવે જો આરસીબીને 166 રન પહેલા અટકાવી દેશે તો સનરાઇઝર્સ ટોપ ટૂમાં રહીને પ્લેઓફમાં પ્રવેશ કરી શકશે. આથી ઓછા રન અંતરની જીત મળશે તો તે 3 નંબર પર રહેશે.

સનરાઇઝર્સની પાવર પ્લેમાં ઠીકઠાક શરૂઆત રહી હતી અને 1 વિકેટે 63 રન થયા હતા. ટ્રેવિસ હેડ 16 દડામાં પ ચોક્કાથી 26 રને આઉટ થયો હતો. જયારે અભિષેક શર્માએ 22 દડામાં 4 ચોક્કા-પ છક્કાથી પ6 રનની આતશી ઈનિંગ રમી હતી. ઇશાન કિશન અને હેનરિક કલાસેને મીડલ ઓવરમાં આરસીબી બોલર્સ સામે પાવર હિટિંગ કરી ત્રીજી વિકેટમાં 46 દડામાં 113 રનની તોફાની ભાગીદારી કરી હતી. કલાસેન 24 દડામાં 2 ચોક્કા-પ છક્કાથી વિસ્ફોટક પ1 રન કરી આઉટ થયો હતો. ઇશાન કિશન ઈનિંગના અંતિમ દડે આઉટ થયો હતો. તેણે 46 દડામાં 8 ચોક્કા-3 છક્કાથી આક્રમક 79 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડી 12 દડામાં 1 ચોક્કા-3 છક્કાથી 29 રનની કેમિયો ઈનિંગ રમી નોટઆઉટ રહ્યો હતો. આરસીબી તરફથી રસિખ ડારે 2 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક