ચંદિગઢ, તા. 22 : પહેલવાન વીનેશ ફોગાટને ઘરેલુ સ્પર્ધાઓ રમતી રોકવા બદલ દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ભારતીય કુશ્તી મહાસંઘને આકરી ફટકાર લગાવી હતી.
પેરિસ
ઓલિમ્પિકમાં વીનેશ ગેરલાયક કરવાની ઘટનાને રાષ્ટ્રીય શરમ કહેવા બદલ હાઈકોર્ટે કુશ્તી
સંઘ, સરકારની આકરી ટીકા કરી હતી.
પ્રખ્યાત
ખેલાડીઓને પહેલાં આવી છૂટ અપાતી રહી છે, તો પછી વીનેશ સાથે અલગ વ્યવહાર કેમ કરાય છે,
તેવો સવાલ હાઈકોર્ટે કુશ્તી મહાસંઘને કર્યો હતો.
મુખ્ય
ન્યાયમૂર્તિ ડી.કે. ઉપાધ્યાય અને જસ્ટિસ કારિયાની ખંડપીઠે કેન્દ્ર સરકારને વીનેશ ફોગાટ
મામલામાં તજજ્ઞ સમિતિ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
વડી
અદાલતે કહ્યું હતું કે, માતૃત્વ અવકાશ બાદ વાપસી કરી રહેલી વીનેશને આગામી એશિયાઈ રમતોનો
ટ્રાયલમાં ભાગ લેવાનો મોકો મળવો જોઈએ. હાઈકોર્ટે કહ્યું હતું કે, મારતમાં માતૃત્વનું
સન્માન થાય છે. કોઈ પણ રમત સંઘે બદલાની ભાવનાથી કામ ન કરવું જોઈએ.