• શનિવાર, 23 મે, 2026

મોદીને ઝાલમુડી ખવડાવનાર વેપારીને પાકથી હત્યાની ધમકી

વીડિયોકોલ કરી વિક્રમને હથિયારો બતાવાયાં; બોમ્બથી ઉડાવી દેવાશે તેવું કહ્યું

કોલકાતા, તા. 22 : પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઝાલમુડી’ ખવડાવનાર વેપારીને બાંગલાદેશ અને પાકિસ્તાનમાંથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.

રાતોરાત સોશિયલ મીડિયામાં લોકપ્રિય બની ગયેલા આ વેપારી તેમજ તેના પરિવારજનોમાં આંતરરાષ્ટ્રીય નંબરો પરથી આવતી ધમકીઓનાં કારણે ભય, ઉચાટ ફેલાયો છે.

ઝાલમુડીના વેપારી વિક્રમ સાઓએ કહ્યું હતું કે, મને એક ગ્રુપ વીડિયોકોલ પાકિસ્તાનથી આવ્યો હતો, જેમાં કેટલાક લોકોએ હથિયારો બતાવીને મને ડરાવ્યો હતો. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ મળી હતી. તમે સામે શું કહ્યું તેવું પૂછતાં વિક્રમે જણાવ્યું હતું કે, ડરી ગયો હોવાથી મેં આવા કોલ તરત કાપી જ નાખ્યા  હતા.

-------

ઇ-પેપરના નવા શુલ્ક