કોલકતા, તા.21: આઇપીએલના ગઇકાલના મેચમાં પણ મુંબઈ ઇન્યિન્સને હાર સહન કરવી પડી હતી. તેની સામે કેકેઆરનો 4 વિકેટે સરળ વિજય થયો હતો. મેચ પછી મુંબઇના નિરાશ સુકાની હાર્દિક પંડયાએ સ્વીકાર્યું કે આ સીઝનમાં અમે ઘણી ભુલો કરી ખાસ ફિલ્ડીંગમાં. જેનું નુકસાન ભોગવી રહ્યા છીએ.
કેકેઆર
સામે 8 વિકેટે 147 રનનો મામૂલી સ્કોર કરવા વિશેના સવાલ પર હાર્દિકે કહ્યું કે એક બેટિંગ
યુનિટના રૂપમાં અમે 20-2પ રન ઓછા કર્યાં. અમે પાવર પ્લેમાં જ ઘણી વિકેટ ગુમાવી દીધી.
જો હું કે તિલક ક્રિઝ પર ટકી ગયા હોત તો સારા રનનો ઉમેરો થાત. ફિલ્ડીંગ વિશે હાર્દિકે
કહ્યું અમે પૂરી સીઝનમાં ખરાબ ફિલ્ડીંગ કરી. રમતના આ હિસ્સામાં આપ ખુદને છૂપાવી શકો
નહીં, અહીં છૂપવાની કોઇ જગ્યા હોતી નથી.
હાર્દિકને
મેચ ફીનો 10 ટકાનો દંડ અને 1 ડિમેરિટ પોઇન્ટ
કેકેઆર
સામેના મેચમાં આઇપીએલ આચારસંહિતના ઉલ્લંઘન માટે એમઆઇ કેપ્ટન હાર્દિક પંડયાને મેચ ફીનો
10 ટકાનો દંડ થયો હતો અને એક ડિમેરિટ પોઇન્ટ મળ્યો હતો. મેચ દરમિયાન હાર્દિકે નિરાશા
અને ગુસ્સામાં સ્ટમ્પથી બેલ્સ ઉડાડી દીધા હતા. આ ઘટના બીજી ઈનિંગમાં 10મી ઓવર વખતે
ઘટી હતી. ત્યારે હાર્દિકે રન-અપ પર પરત ફરતી વખતે સ્ટમ્પ પરથી ચકલા ઉડાડી દીધા હતા.