• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

પૃથ્વી પર સૌર તોફાન ત્રાટકયું

- બે દાયકાનું સૌથી મોટું, સૌથી શક્તિશાળી

 ન્યુયોર્ક તા.ર1 : મંગળવારની રાત્રે પૃથ્વી પર અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી સૌર તોફાન ત્રાટકયું હતું. આ તીવ્ર સૌર તોફાનને કારણે વિશ્વભરના ઘણા વિસ્તારોમાં આકાશમાં સુંદર અને દુર્લભ ઓરોરા (ઉત્તરીય લાઇટ્સ) દેખાયા હતા. વર્ષ 2003 પછીનું સૌથી મોટું સૌથી શક્તિશાળી સૌર કિરણોત્સર્ગ વાવાઝોડું છે.

વૈજ્ઞાનિકો અનુસાર આ પ્રકાશ એવા વિસ્તારોમાં દેખાઈ શકે છે જ્યાં તે સામાન્ય રીતે દેખાતા નથી. સૌર તોફાનને કારણે ઉપગ્રહો, જીપીએસ સિસ્ટમ્સ અને અન્ય અવકાશ આધારિત ટેકનોલોજીમાં કેટલાક વિક્ષેપો સર્જાયા હતા. કેલિફોર્નિયા, ગ્રીનલેન્ડ, અૉસ્ટ્રિયા, જર્મની અને અન્ય ઘણા સ્થળોએ ઓરોરા (ઉત્તરીય લાઇટ્સ) જોવા મળ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક