મદ્રાસ
હાઈ કોર્ટે ઉદયનિધિનાં નિવેદનને હેટ સ્પીચ ગણી
નવી
દિલ્હી, તા. 21 : તમિલનાડુના ઉપમુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનને મદ્રાસ હાઇ કોર્ટમાંથી
ઝટકો લાગ્યો છે. હાઇ કોર્ટે સનાતન ધર્મ માટે આપેલા નિવેદનને ‘હેટ સ્પીચ’ ગણાવી છે.
સાથે જ ભાજપના નેતા અમિત માલવીય સામે દાખલ એફઆઇઆરને રદ કરી દીધી છે.2023મા ઉદયનિધિએ
સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ અને મલેરિયા જેવી બીમારી સાથે કરી હતી. સાથે જ કહ્યું
હતું કે સનાતન ધર્મને ઉખાડી ફેંકવો જરૂરી છે. ઉદયનિતિ તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના
પુત્ર છે.
હાઇ
કોર્ટે કહ્યું હતું કે ડીએમકે તરફથી 100 વર્ષથી વધારે સમયથી હિન્દુ ધર્મ ઉપર હુમલો
કરવામાં આવી રહ્યો છે. કોર્ટે કહ્યું હતું કે ઘણી વખત જે લોકો હેટ સ્પીચથી શરૂઆત કરે
છે તે કોઈપણ સજા વિના જ બચીને નીકળી જાય છે. વાત સાફ છે કે છેલ્લાં 100 વર્ષમાં દ્રવિડ
કઝગમ અને તેની બાદ દ્રવિડ મુન્નેત્ર કઝગમે હિન્દુ ધર્મ ઉપર હુમલો કર્યો છે. મંત્રી
પણ આ જ પાર્ટીમાંથી છે. સ્થિતિ ઉપર વિચાર કરતા ધ્યાને લેવામાં આવ્યું હતું કે અરજકર્તાએ
મંત્રીનાં ભાષણમાં છુપાયેલા અર્થ ઉપર સવાલ કર્યો હતો. કોર્ટે ટિપ્પણી કરી હતી કે અદાલત
દુ:ખ સાથે વર્તમાન સ્થિતિ રેકોર્ડ કરી રહી છે કે હેટ સ્પીચ કરનારા આઝાદ ફેર છે. જે
હેટ સ્પીચ ઉપર સવાલ ઉઠાવે છે તેને કાનૂનનો સામનો કરવો પડે છે. કોર્ટે એમ પણ કહ્યું
હતું કે મંત્રી સાથે રાજ્યમાં કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી પણ અમુક અન્ય રાજ્યમાં કેસ
થયો છે.